New Delhi તા.31
ભારતમાં કોરોનાની નવી લહેર હોય તેમ નવા દર્દીઓની સંખ્યામાં સડદડાટ વૃદ્ધિ થવા લાગી છે સાથોસાથ મૃત્યુઆંક પણ ચિંતા ઉપજાવવા લાગ્યો છે. ભારતમાં આજે કોરોનાના નવા 511 કેસ નોંધાવવા સાથે કુલ આંકડો 2710 નો થયો હતો. આજે વધુ સાત લોકોનાં મોત નીપજયા હતા.
કેન્દ્રનાં આરોગ્ય મંત્રાલય દ્વારા જારી આંકડાકીય રીપોર્ટ પ્રમાણે ભારતમાં કોરોનાના એકટીવ કેસની સંખ્યા 2710 પર પહોંચી છે. તેમાં સૌથી વધુ 1147 કેરળમાં છે. આ સિવાય મહારાષ્ટ્રમાં 467 દિલ્હીમાં 294 તથા ગુજરાતમાં 265 છે.
ગુજરાતમાં ગઈકાલે એક જ દિવસમાં નવા 68 કેસ નોંધાયા હતા. જયારે મહારાષ્ટ્રમાં નવા 84 કેસ હતા.કેરળમાં એક જ દિવસમાં નવા 227 કેસ નોંધાયા હતા. પશ્ચિમ બંગાળમાં 59 નવા કેસ સાથે કુલ સંખ્યા 116 પર પહોંચી હતી.
દિલ્હીમાં નવા 56 કેસ સાથે આંકડો 294 થયો હતો. રાજસ્થાનમાં કોરોનાના નવા 54 કેસ નોંધાયા હતા. અને એક દર્દીનું મોત થયુ હતું. જોકે મૃતકને અન્ય બિમારી હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો.
કર્ણાટકમાં પણ કોરોનાથી વધુ એક મોત થતાં મૃત્યુંઆંક 3 નો થયો હતો. કોરોનાનો વધુ નવા રાજયોમાં પગપેસારો હોય તેમ મિઝોરમમાં બે કેસ નોંધાયા હતા. રાજયમાં સાત માસ બાદ કોરોનાના કેસ નોંધાયા હતા.
ચંદીગઢમાં કોરોનાથી મોતને ભેટેલા પ્રૌઢના પુત્ર પુત્રી પણ સંક્રમિત જણાયા છે. સુત્રોના કહેવા પ્રમાણે દેશમાં કોરોનાથી ગુજરાતમાં એક સીહત સાત લોકોના મોત નીપજયા હતા.દિલ્હી, પંજાબ, કર્ણાટકમાં પણ મૃત્યુ નોંધાયા હતા.