Rajkot, તા.6
નટેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ લેનાર મનોજ મારૂ અને સુરૂભા જાડેજાના દેખરેખ હેઠળ નટેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને સુંદર શીખરબંધ મંદિરનું નિર્માણ કરવામાં આવેલ છે.
નટેશ્વર મહાદેવ મંદિરમાં મહાદેવજીના પુન:પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે શેઠ હાઇસ્કુલ ખાતે આજથી મહાયજ્ઞ તેમજ પુન: પ્રાણ પ્રતિષ્ઠા વિધિ રાજકોટ સૌરાષ્ટ્રના સુવિખ્યાત પ.પૂ. આચાર્ય શાસ્ત્રી હર્ષદભાઈ જે.જોશી તથા પ.પૂ. ઉપાચાર્ય કિરીટભાઈ ભટ્ટ દ્વારા ધામધૂમપૂર્વક વૈદિક મંત્રોચ્ચાર કરીને મહાદેવજીને આહવાન કરીને મૂર્તિઓનો પુન:પ્રાણ પ્રતિષ્ઠાનો આજથી પ્રારંભ કરવામાં આવેલ છે.
નટેશ્વર મહાદેવ મંદિરના પુન: પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે સંતો મહંતોના હસ્તે ધર્મ ધ્વજારોહણના અવસર પર ભગવા ગ્રુપ અધ્યક્ષ હસુગીરીબાપુ, સોમગીરી બાપુ, ભીખનગીરી બાપુ. રતીગીરી બાપુ, વિલાસગીરી બાપુ, હર્શદગીરી બાપુ, નારણગીરી બાપુ, ભરતગીરી બાપુ સહિતના રાજકોટ- સૌરાષ્ટ્રભરમાંથી સંતો ઉપસ્થિત રહી ધર્મ ધ્વજાની સ્થાપન કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાના હસ્તે રાષ્ટ્ર ધ્વજ વંદન કરવામાં આવેલ. ઉપસ્થિત ભક્તજનોએ રાષ્ટ્રગીત ગાઈને સલામી આપી હતી.
આ તકે યોગીનભાઈ છનીયારા, હસુભાઈ, ગીરીશભાઇ પરમાર સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આજે નટેશ્વર મહાદેવની મંદિરની મુલાકાત ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોધરા, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ભુપત તલાટીયા, યોગીન છનીયારા, બિલ્ડર હિતેશભાઈ રાઠોડ, જયેશ કોઠારી ખાસ ઉપસ્થિત રહી મંદિર નિર્માણની ઝીણવટભરી માહિતી મેળવીને મહાદેવજીને પૂજા અર્ચના કરી હતી.
આયોજક મનોજભાઈ મારૂ, સુરૂભા જાડેજા, રશ્મિન કાચા, કૌશિક ટાંક, હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન રાજકોટ વિભાગ સંયોજક, ધર્મ જાગરણ પ્રમુખ રમેશભાઈ શિંગાળા, જીગ્નેશ રામાવત, નટેશ્વર મહાદેવ મંદિરના મીડિયા કો-ઓર્ડીનેટર અરૂણભાઈ નિર્મળ, નટેશ્વર મહાદેવ મંદિરના મીડિયા કો-ઓર્ડીનેટર રાજુભાઇ જુંજા, હિતેશભાઈ રાઠોડ, જયેશ કોઠારી, અમન કાચા, વિરભદ્રસિંહ જાડેજા, ચેતન સોલંકી, સંદીપભાઈ પટેલ, સાગરભાઇ રાઠોડ, રવિભાઈ રાઠોડ, ગોવિંદપરી ગોસ્વામી, દિનેશભાઈ પટેલ, નરેન્દ્રસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ધોરેચા, દિપકભાઈ રાઠોડ, હર્ષિતભાઈ રાઠોડ, પ્રવીણભાઈ પેન્ટર, સુરેશભાઈ ડોડીયા, રવિરાજસિંહ જાડેજા, રતિલાલભાઈ મહેતા, દિલીપભાઈ જોશી, ધનરાજસિંહ જાડેજા સહિતના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.