Morbi,તા.03
શ્વાનના આતંકનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
કુબેરનગર વિસ્તારમાં શ્વાનના આતંકનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં શ્વાન એક બાઈક ચાલકને કરડતા બાઈક ચાલક નીચે પડી ગયા હતા એટલું જ નહિ વિસ્તારમાં હડકાયા શ્વાનને પગલે લત્તાવાસીઓ સતત ભય અનુભવી રહ્યા છે
મોરબીના નવલખી રોડ પર કુબેરનગર વિસ્તારમાં આવેલ રામ ઔર શ્યામ સોસાયટીમાં બપોરના સુમારે એક વ્યક્તિ બાઈક લઈને જતા હતા ત્યારે શ્વાને પગમાં બચકું ભરી લીધું હતું જે સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે અને આ સીસીટીવીનો વિડીયો વાયરલ થયો છે જેમાં જોઈ સકાય છે કે શ્વાને બચકું ભર્યા બાદ બાઈક ચાલક રોડ પર પડી ગયા હતા અન્ય લત્તાવાસીઓએ લાકડી વડે શ્વાનને હાંકી કાઢતા બાઈક ચાલક બચી જવા પામ્યા હતા જોકે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક વધી રહ્યો છે અને તાજેતરના સમયમાં 14 જેટલા લોકોને હડકાયા શ્વાને બાચકા ભર્યાનું જણાવ્યું હતું