Rajkot, તા.૨૨
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી હર હંમેશ વેપાર-ઉદ્યોગના પ્રશ્નોના યોગ્ય અને સચોટ નિરાકારણ લાવવા માટે અગ્રેસર રહે છે. તેમજ કેન્દ્ર તથા રાજ્ય સરકારમાં રજુઆતો કરી ઉદભવતા પ્રશ્નોનુ યોગ્ય નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે. રાજકોટ ચેમ્બર નેશનલ લેવલની સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ન્યુ.દિલ્હીમાં સભ્યપદ ધરાવે છે. તાજેતરમાં (એફઆઈસીસી)ન્યુ.દિલ્હીની ૯૭ મી વાર્ષિક સામાન્ય સભા તથા કારોબારી સમિતિની ચુંટણી યોજવામાં આવેલ હતી. આ સંઘર્ષમય કારોબાીર સમિતિની ચુંટણીની ટ્રેડ અને સર્વિસ કેટેગરીમાં સતત બીજી ટર્મમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી.વૈષ્ણની જીત થયેલ છે. એફઆઈસીસીની કારોબારી સમિતિમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી.વૈષ્ણવને સ્થાન મળવાથી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ માટે ગૌરવની બાબત ગણાય તેમ ચેમ્બરની એક યાદીમાં જણાવાયુ છે.