New Delhi,તા.30
શુક્રવાર રાતથી શરૂ થયેલા સ્નોફોલના સેકન્ડ રાઉન્ડને લીધે કેદારનાથ અને બદરીનાથમાં બે ફુટ જેટલો બરફ જામી ગયો છે. આ ઉપરાંત ઉત્તરાખંડના ચમોલી અને રુદ્રપ્રયાગ જિલ્લામાં ઘણી જગ્યાએ બરફવર્ષાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.
આવી જ હાલત હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં પણ છે. આ બન્ને રાજ્યોમાં પણ હીમવર્ષાને કારણે ખાસ કરીને ફસાઈ ગયેલા ટૂરિસ્ટો હેરાન થઈ ગયા છે. અત્યારે સૌથી વધારે ભીડ શિમલા અને મનાલીમાં છે.
હિમાચલમાં તો 200થી વધારે રોડ બરફવર્ષાને લીધે બંધ થઈ ગયા હતા, જેમાંથી અમુક ગઈ કાલે શરૂ કરવામાં આવ્યા હતા. કાશ્મીરનું ઍરપોર્ટ અને હાઇવે ગઈ કાલે શરૂ કરી દેવામાં આવ્યાં હતાં.