RAJKOT તા.૨૨
ભાગીદારી છૂટી થતા નુકસાન બાદ કરીને મૂડી પરત કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે પૂર્વ ભાગીદારને એક વર્ષની સજા અને રૂપિયા ૧૭ લાખ વળતરનો હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, શહેરના કશ્યપ પ્રભુજી પારેખ અને મહેશ વશરામભાઈ કાનગડ વચ્ચે મિત્રતા હોય, કશ્યપ પારેખે તેની પઢી આર્ષ કલેક્શનમાંથી રૂપિયા ૨૫ લાખ લઈને મહેશ કાનગડને નામથી ભાગીદાર તરીકે જોડ્યા હતા, ત્યારપછી કશ્યપ પારેખે ભાગીદારી છૂટી કરી રૂ. ૧૬ લાખની નુકશાની બતાવી બાકી રહેતી રકમ રૂ. ૧૭ લાખનો ચેક આપેલ, જે ચેક પાછો ફરતા, મહેશ કાનગડે કશ્યપ પારેખ વિરુદ્ધ કોર્ટ ફરિયાદ દાખલ કરી હતી. જે કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદીના વકીલ ધ્રુવીન એ. છાયા દ્વારા રજૂ થયેલ પુરાવાઓ, દલીલો તથા દલીલોના સમર્થનમાં વડી અદાલતના ચૂકાદાઓને ધ્યાને લઇ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપી કશ્યપ પ્રભુજી પારેખને ૧ વર્ષની સાદી કેદની સજા તથા રકમ રૂ. ૧૭ લાખ પૂરા ફરિયાદીને ચૂકવવા હુકમ ફરમાવ્યો છે. આ કામે ફરિયાદી વતી એડવોકેટસ ધ્રુવીન એ. છાયા, વિનેશ કે. છાયા, સંદીપ એમ. ખેમાણી, નિર્મિત એ. ગોસ્વામી, કમલેશ એન. સાકરીયા, અનિરુદ્ધભાઈ આર. ધાણેજા રોકાયા હતા.