Rajkot,તા.23
કથાશ્રવણનું રેડિયો રાજકોટ 89.6 દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે : કથાશ્રવણનું જીવંત પ્રસારણ સૌજન્ય : ચિત્રકૂટ ધામ– તલગાજરડા અને સંગીતની દુનિયા,ઓડિયો સોર્સ : સંગીતની દુનિયા, તલગાજરડા
રાજકોટ સેવાનું પરમ ધામ સર્જવાની નેમ સાથે શહેરની ભાગોળે જામનગર રોડ, પડધરી પાસે સદભાવના વૃધ્ધાશ્રમનું નિર્માણ થવા જઈ રહ્યું છે તેમજ વૈશ્વિક પર્યાવરણના જતન માટે કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવાના ઉમદા હેતુથી સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારી બાપુની વૈશ્વિક રામકથાનું આયોજન આપણા રાજકોટના આંગણે કરવામાં આવેલ છે, રાજકોટમાં 12 વર્ષ પછી વૃદ્ધો અને વડીલોનાં શુભાર્થે મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. રામકથા આજે તા. 23 નવેમ્બરથી લઈને તા. 1 ડિસેમ્બર સુધી ચાલશે. દરરોજ 50 હજાર લોકો રામકથા શ્રવણપાન અને ભોજન– પ્રસાદનો લ્હાવો લેશે.
રાજકોટના આંગણે પૂ. મોરારિબાપુની ‘માનસ સદભાવના’ વૈશ્વિક રામકથા રેડીયો દ્વારા સમગ્ર વિશ્વમાં સાંભળી શકાશે. ‘વૈશ્વિક રામકથા’ નું રેડીયો રાજકોટ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેમાં કથા સમય તા.23 નવેમ્બર,2024 ના સાંજે 4 થી 6:30, તા.24 નવેમ્બર,2024 થી તા.1 ડિસેમ્બર,2024 સવારે 9 થી બપોરે 1:30 વાગ્યા સુધીનો રહેશે. આ કથાશ્રવણનું રેડિયો રાજકોટ 89.6 દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જેના માધ્યમથી વિશ્વભરના લાખો શ્રોતાઓ રેડિયો અને મોબાઈલ દ્વારા રામકથા શ્રવણનો લાભ લઈ શકશે.
જેના માટે રેડિયો રાજકોટ 89.6 એફએમના સ્ટેશન ડિરેકટર સંજય મહેતા, મોબાઈલ નં. 9104392544, નો સંપર્ક કરવાનો રહેશે. રેડિયો રાજકોટ 89.6 દ્વારા વિશ્વભરમાં કથાશ્રવણનું જીવંત પ્રસારણ સૌજન્ય ચિત્રકૂટ ધામ– તલગાજરડા અને સંગીતની દુનિયા,ઓડિયો સોર્સ : સંગીતની દુનિયા, તલગાજરડા રહેશે.