Ø કેતન પટેલે જાહેર જીવનમાં તેમજ સદભાવના પરિવારના એક મૂક સેવક તરીકે નિઃસ્વાર્થભાવે સેવા આપી ‘પરહિત સરિસ ધર્મ નહી ભાઈ, પર પીડા સમ નહિ અધમાઈ’ ચોપાઈને ખરા અર્થમાં સાકાર કરી છે
Ø કેતન પટેલ છેલ્લા પાંચ વર્ષોથી સદભાવના વૃધ્ધાશ્રમના નેજા હેઠળ વડિલોની સેવા સુશ્રુસા—સારસંભાળ, વૃક્ષોનું રોપણ—જતન—ઉછેર, નર્સરીનો ઉછેર, અબોલ–મુંગા પશુઓની સાર—સંભાળ અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય રહીને રાજકીયની સાથોસાથ સામાજિક, સેવાકીયક્ષેત્રે પણ પોતાનું સમાજીક દાયિત્વ નિભાવી રહયા છે
Ø રામકથામાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે મંડપ,લાઈટ,સાઉન્ડ,ભોજનશાળા જેવી વિવિધ સમિતિમાં સક્રિય રીતે વ્યવસ્થા સંભાળવાની સાથોસાથ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો સાથે શુભેચ્છા મુલાકાત કરી રામકથા માટે નિમંત્રણ આપવાનું કાર્ય પણ તેઓ છેલ્લા બે માસથી દિવસ–રાત સંભાળી રહયા છે
Ø નગરસેવક તરીકે કેતન પટેલને તેમના પ્રજાલક્ષી કાર્યોથી “૧૦૮” ની ઉપમા મળેલ છે
Ø સદભાવના વૃધ્ધાશ્રમમાં વિવિધ સેવાકીય કાર્યો થકી ‘વન મેન આર્મી’ તરીકે રોલ ભજવાનારા કેતન પટેલ હંમેશા પ્રચારથી દૂર રહેવામાં માની ‘હું નહી પણ તું ની ભાવના’ સાથે હંમેશા પોતાની સમિતિના કાર્યકર્તાઓને આગળ કરી જશ લેવાથી દૂર રહે છે
Rajkot,તા.23
સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા જામનગર રોડ ખાતે નવનિર્મિત ભવનનું નિર્માણ કરવામાં આવનાર છે, જયાં નિરાધાર, પથારીવશ, બીમાર વડીલ માવતરના લાભાર્થે ખૂબ આનંદ અને ભકિતભાવ સાથે પ્રખર રામાયણી પૂ. મોરારિબાપુ દ્વારા વૃક્ષો અને વડીલોનાં લાભાર્થે વૈશ્વિક રામકથાનું આયોજન તા.૨૩ નવેમ્બર ૨૦૨૪થી તા.૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ક૨વામાં આવી રહયું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા રેસકોર્ષ ખાતે રામકથા કાર્યાલય ધમધમતું કરાયુ છે અને વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે જે છેલ્લા બે માસથી કાર્યરત છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં યોજાનારી આ વૈશ્વિક રામકથામાં કેતનભાઈ પટેલની દેખરેખ હેઠળ બે લાખ ચોરસ મીટરમાં તમામ વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ કથા સ્થળ પર એકસાથે એક લાખ લોકો બેસી શકે તેવા ૧૩૫*૫૬૧ ફૂટના વિશાળ ત્રણ જર્મન ડોમ તૈયાર કરાયા છે. જેમાં ભારતીય બેઠક, વીઆઈપી અને વીવીઆઈપીઓ સહિતની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કથા શ્રવણ માટે માટે આવનાર હજારો શ્રાવકો માટે ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રામકથા દરમ્યાન ગ્રાઉન્ડની સંપૂર્ણ સ્વચ્છતા, સિકયુરીટી સહિતની કામગીરી પણ કેતન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.
સદભાવના વૃધ્ધાશ્રમના મુક સેવક કેતન પટેલ કે જે વોર્ડ–૧૪ના ભાજપના કોર્પોરેટર છે તેઓને તેમના પ્રજાલક્ષી કાર્યોથી વોર્ડમાંથી “૧૦૮” ની ઉપમા આપવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ સંગઠનના વિવિધ જવાબદારી સંભાળી ચૂકેલા કેતન પટેલ હાલ રાજકોટ મહાનગરપાલિકામાં વોર્ડ–૧૪ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન તરીકે જવાબદારી સંભાળે છે. તેમના કાર્યકાળમાં છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાના ૨૩ આરોગ્ય કેન્દ્રો નગરજનો માટે આશિર્વાદરૂપ બન્યા છે અને ખાનગી સ્થળે થતાં મોંઘા નિદાન કોર્પોરેશનના દવાખાનાઓમાં તદન નિઃશૂલ્ક થાય છે.
સદભાવના વૃધ્ધાશ્રમના મૂકસેવક કેતન પટેલ કે જેના વિશે એમ કહી શકાય કે ‘તેનું નામ નહી કામ બોલે છે’. તેઓ સદભાવના વૃધ્ધાશ્રમના નેજા હેઠળ છેલ્લા પાંચ વર્ષોથી વડિલોની સેવા સુશ્રુસા—સારસંભાળ, વૃક્ષોનું રોપણ—જતન ઉછેર, નર્સરીનો ઉછે૨ અને વિવિધ સેવાકીય પ્રવૃતિઓમાં સક્રિય રહીને તન–મન અને ધનથી રાજકીયની સાથોસાથ સામાજિક, સેવાકીયક્ષેત્રે પણ હંમેશા અગ્રેસર રહયા છે.અને સદભાવના વૃધ્ધાશ્રમની સાથે ખભે ખભ્ભો મિલાવીને નિઃસ્વાર્થભાવે સેવા પ્રવૃતિઓમાં અગ્રેસર રહયા છે.
આ ઉપરાંત સદભાવના વૃધ્ધાશ્રમ દ્વારા પૂ. મોરારિબાપુના શ્રીમુખે યોજાનાર રામકથામાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જર્મન ડોમ, ૧૩૫*૫૬૧ ભારતીય બેઠક, વીઆઈપી બેઠકની સુવિધા, ભોજનશાળા જેવી વિવિધ સમિતિમાં સક્રિયરીતે વયવસ્થા સંભાળવાની સાથોસાથ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો,કલાકારો, સંગીતકારો, સામાજિક,સેવાકીય સંસ્થાના આગેવાનો સાથે શુભેચ્છા મુલાકાત કરી સદભાવના વૃધ્ધાશ્રમ આયોજિત રામકથા માટે નિમંત્રણ આપવાનું કાર્ય પણ તેઓ છેલ્લા બે માસથી સંભાળી રહયા છે.
આમ કેતન પટેલ શહેરની સેવાકીય ક્ષેત્રે અગ્રેસર સંસ્થા સથવારો ફાઉન્ડેશનના માધ્યમથી વિવિધ સેવાકાર્યો –જન્માષ્ટમી નિમિતે સતત ૩૪માં વર્ષે દસ હજાર પરિવારોને માત્ર રૂ.૧૦ માં ૧ લિટર તેલ સહિતની છ ખાદ્યચીજો જેમાં ચણાનો લોટ, ખાંડ, મેંદાનો લોટ, ચોખાના પૌઆ, મકાઈના પૌવાનું વિતરણ, ઋષી પાંચમ નિમિતે ત્રંબા ખાતે મહાપ્રસાદ (ફરાળ) નું ભવ્ય આયોજન, જરૂરીયાતમંદોને અનાજ વિતરણ, કોરોનાકાળમાં વિનામૂલ્યે રાશન કીટ વિતરણ, બાળકોને સ્કુલ બેગ વિતરણ, મેગા રકતદાન કેમ્પના આયોજન જેવી સેવાકીય પ્રવૃતિઓમાં પણ આગળ પડતો ભાગ ભજવે છે. કેતન પટેલે જાહેર જીવનમાં તેમજ સદભાવના પરિવારના એક મૂકસેવક તરીકે નિઃસ્વાર્થભાવે સેવા આપી ‘પરહિત સરિસ ધર્મ નહી ભાઈ, પર પીડા સમ નહિ અધમાઈ’ ની ઉકિતને સાકાર કરી છે.
સદભાવના વૃધ્ધાશ્રમમાં વિવિધ સેવાકીય કાર્યો થકી ‘વન મેન આર્મી’ તરીકે રોલ ભજવાનારા કેતન પટેલ હંમેશા લો પ્રાફાઈલ રહી પ્રચારથી દૂર રહેવામાં માને છે, અને ‘હું નહી પણ તું ની ભાવના’ સાથે હંમેશા પોતાની સમિતિના કાર્યકર્તાઓને આગળ કરી જશ લેવાથી દૂર રહે છે. આમ સેવાકીય ક્ષેત્રે પોતાની જાત સમર્પિત કરનારા કેતન પટેલને સદભાવના વૃધ્ધાશ્રમ પરિવાર તરફથી કૃતજ્ઞતા વ્યકત કરવામાં આવી છે.