Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સંગનો પ્રભાવ
    • 13 અને 14 જાન્યુઆરી, “લોહડી”
    • નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029
    • 13 જાન્યુઆરીનું પંચાંગ
    • 13 જાન્યુઆરીનું રાશિફળ
    • ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ
    • Delhi High Court નો નિર્ણયઃ જય અનમોલ અંબાણીને કારણદર્શક નોટિસ પર રાહત આપવાનો ઇનકાર
    • JNU માં રમખાણોના આરોપીઓ માટે જામીનની માંગ અને આતંકવાદીઓને સમર્થનથી દેશ આઘાતમાં છે,CM રેખા ગુપ્તા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, January 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»2024 : Gujarat માટે આ વર્ષ ભુલવા જેવું જ છે
    ગુજરાત

    2024 : Gujarat માટે આ વર્ષ ભુલવા જેવું જ છે

    Vikram RavalBy Vikram RavalDecember 31, 2024No Comments5 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    બાય બાય કહેવામાં ગુજરાતીઓ પણ હવે ઇંગ્લિશ કલ્ચરને પાછળ રાખી દે તેમ આજે ઉજવણી કરશે પણ ભાગ્યે જ કોઇ વર્ષમાં શું મળ્યું તે શોધી શકશે, હા એ નિશ્ચિત છે કે શું ગુમાવ્યું તેની હારમાળા છે, હરણી કાંડમાં અનેક માતા-પિતાઓએ તેમના સંતાનો ગુમાવ્યા, અધુરૂ હતું તો ટીઆરપી કાંડ સર્જાયો અને તેમાં વધુ બાળકો અને કિશોરો હોમાયા, સરકારે થોડા લાખ રૂપિયા ફેંકીને લોકોની સંવેદના ખરીદી લીધી પછી જૈસે થે જેવી સ્થિતિ બની છે. તમામમાં જેઓ અસલી વિલન છે તે પોલીટીશ્યન સુધી કોઇનો હાથ પહોંચી શકયો નથી

     ગુજરાત નકલીઓની ફેકટરી હોય તેવું જણાયું, નકલી પોલીસ, નકલી, તબીબ, નકલી ન્યાયમૂર્તિ, નકલી સરકારી કચેરી અને નકલી અદાલત, પીએમઓ અને સીએમઓના અધિકારી પણ નકલી આમ ગુજરાતે 2024માં નવો રેકોર્ડ બનાવ્યો તો બીજી તરફ ઉડતા પંજાબને ભુલાવે તેમ ડ્રગ્સ ટ્રાન્સપોર્ટર ગુજરાતનું બિરૂદ પણ મેળવ્યુ અને ચણા મમરાની જેમ ડ્રગ્સ પકડાયા 

     પોલીટીકલી જોઇએ તો સ્થિરતા તો રહી પણ ભાજપના ધારાસભ્યો આ વર્ષ ભુલવા માંગશે જયારે મંત્રીમંડળનું વિસ્તરણ લઇને બોર્ડ નિગમની નિયુકિત માટે લાકડી અને ગાજરની નીતિ ચાલુ રહી, 161 છતાં પણ લોકો માટે કેટલો ધબકાર થયો તે પ્રશ્ન છે, કોંગ્રેસ રાબેતા મુજબ નવી ચૂંટણી સુધી સુઇ ગઇ અને આમ આદમી પાર્ટી પ્રેસનોટ પર જ ચાલી ગઇ છે

     ખ્યાતિ કાંડથી પુરવાર થયું કે સફેદ ડગલામાં કેટલાક દેવદુતો માટે પૈસા જ મહત્વના છે, માનવ જિંદગી નહી અથવા તો જિંદગી બચાવીને પૈસા કમાવ અને જિંદગીના ભોગે પણ કમાણી થાય તો પણ વાંધો નથી, બીઝેડ પોન્ઝી સ્કીમથી એ પણ નિશ્ચિત થયું કે એકના ડબલની લાલચમાં આવનારા શિક્ષીત ગુજરાતમાં પણ ઓછા નથી, સૌથી મહત્વનું એ છે કે પોલીટીકલ પીઠબળથી કૌભાંડીઓ ખુદને સલામત માનવા લાગ્યા છે

    2024માં ગુજરાત યાદ રાખવા કરતા ઘણુ ભુલવા માંગશે અને કદાચ બોધપાઠ પણ શીખો હશે તો 2024 જેવું વર્ષ  તાજેતરમાં ગુજરાતે કદી જોયુ નહીં હોય અને માનવસર્જીત દુર્ઘટનાથી લઇને માનવ સર્જીત ફ્રોડ ગુજરાતમાં સૌથી વધુ જોવા મળ્યા. એક તરફ વડોદરાના હરણી કાંડથી લઇને રાજકોટના ટીઆરપી કાંડએ સમગ્ર રાજયને (સિવાય કે વહીવટી તંત્ર)ને હચમચાવી દીધુ. ખ્યાતિ હોસ્પિટલ કાંડથી લઇને બીઝેડ પોન્ઝી સ્કીમના ભુપેન્દ્ર ઝાલાએ લોકોને અને સરકારને કઇ રીતે બેવકુફ બનાવી શકાય તે પણ નિશ્ચિત કરી લીધુ.

    પોલીટીકલ દ્રષ્ટિએ ગુજરાતમાં મંત્રીમંડળની રચનામાં ગાજર અને લાકડીની સ્થિતિ હજુ જોવા મળી રહી છે. તો જે રીતે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ 26 બેઠકો જીતીને હેટ્રીક કરી હતી તેમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક જીતી પંચર પાડી દીધુ પરંતુ થોડા જ મહિનામાં વાવ બેઠકની પેટા ચૂંટણી જીતીને ભાજપે તેના ટાયરમાં વલ્કેનાઇઝ કરવા પ્રયત્ન કર્યો છે અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર સૌની નજર છે.

    સૌથી વધુ તો ગુજરાતના મહાનગરો એક પછી એક સ્કેમમાં ફસાતા ગયા તો ગુજરાત નકલીઓની ફેકટરીઓ પણ સાબિત થયું. નકલી પોલીસ, નકલી તબીબ, નકલી અધિકારી, નકલી સરકારી કચેરી અને નકલી ન્યાયમૂર્તિ હદ તો ત્યાં સુધી થઇ કે નકલી કોર્ટ પણ ચાલતી હતી અને છતાં પણ વર્ષો સુધી તેની કોઇ જાણ ન હતી. 

    ગુજરાત રાજકોટનો ટીઆરપી કાંડ કદી ભુલી ન શકે છતાં પણ અત્યારે કદાચ તે ભુલાઇ ગયો હોય તેવી સ્થિતિ છે. સૌથી મહત્વનું એ છે કે વડોદરાની હરણી બોટ દુર્ઘટના હોય કે પછી રાજકોટનો ટીઆરપી કાંડ તમામમાં ફકત પરદા આગળના ખેલાડીઓ અને તેમાં પણ પસંદગીના ખેલાડી હવે અપરાધી બન્યા છે. પડદા પાછળના ખેલાડીઓ પોલીટીકલી સલામત બનીને બીજો ટીઆરપી કાંડ સર્જાય તેવી બિન્દાસ પ્રવૃતિમાં સામેલ થયા છે.

    ગુજરાત બીજી રીતે જોઇએ તો ડ્રગ્સની હેરાફેરીનું કેપીટલ પણ બની ગયું હોય તેમ દરિયા કિનારે ડ્રગ્સના પેકેટ બિનવારસી મળે છે અથવા મધદરિયે બોટો ઝડપાઇ છે પરંતુ કદી તેના અસલી ડ્રગ્સ ડિલર પકડાતા નથી. આમ ગુજરાતે ડ્રગ્સમાં પણ જે રેકોર્ડ સર્જર્યો છે તે ભારતમાં ઉડતા પંજાબની જેમ ડ્રગ્સ ટ્રાન્સપોર્ટ ગુજરાત તેવું વિશેષણ આપી તો કદાચ આશ્ચર્ય થશે નહીં.

    રાજકોટના ટીઆરપી કાંડે 27ના ભોગ લીધા પણ ત્યાર પછી ખેલ જોવા મળ્યો તે પણ સૌને આંચકો આપી ગયો એક મહાનગરપાલિકાના ટીપીઓ 40-50 કરોડનું સોનુ અને કરોડોની સંપતિ છતાં પણ તેનાથી આગળ પોલીસ વધી નહી અથવા તો વધવા દીધી નહીં અને લોકોને તંત્રમાં વિશ્ર્વાસ બેસે તેવી કોઇ કાર્યવાહી થઇ નહીં વર્ષનો પ્રારંભ જોકે હરણી બોટ દુર્ઘટનાથી થયો કે જયારે માસુમ બાળકો તંત્રની બેદરકારીનો શિકાર બની ગયા થોડા લાખ રૂપિયા ફેંકો અને સંવેદના ખરીદી લો તેવી સ્થિતિ ગુજરાતમાં આ પ્રકારના માનવસર્જીત કાંડ સમયે જોવા મળી છે.

    બીજી તરફ ડેથ બાય ડિઝાઇનનો શ્રેષ્ઠ નમુનો ખ્યાતિ હોસ્પિટલ કાંડ છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો ગેરલાભ ઉઠાવીને સફેદ ડગલામાં દેવદુત ગણાતા તબીબો કેવા યમદુત સાબિત થઇ શકે છે તે પણ બહાર આવ્યું અને  નાણા માટે તેઓ કઇ હદ સુધી જઇ શકે છે તે પણ નિશ્ચિત થયું. તો બીજી તરફ બીઝેડ પોન્ઝી સ્કીમ અને તેનો માસ્ટર માઇન્ડ ભુપેન્દ્ર ઝાલાએ ફકત એક નમુનો છે ગુજરાતમાં જે રીતે સરકારી રજીસ્ટર કચેરીમાં પણ ડુપ્લીકેટ દસ્તાવેજો  બનીને મિલ્કતોના માલીક ફેરવી દેવાય છે તે પણ આપણે જોયુ તો ગુજરાત ફેકની ફેકટરી પણ બની ગઇ હોય તે પણ સ્થિતિ જોઇ.

    પોલીટીકલી જોઇએ તો ગુજરાતને સ્થિરતા એટલે મળી કે 2022માં 156 બેઠકો ભાજપને રાજયની જનતાએ આપી હતી તેમાં વળી પાંચનો વધારો થયો આમ 161 બેઠક પછી રાજકારણને અસ્થિર કરવાવાળુ ભાગ્યે જ કોઇ સામે બચ્યુ હતું પણ મહત્વનું એ છે કે ગુજરાતમાં ભાજપના લોકો માટે આ વર્ષ ભુલવા જેવું રહ્યું. લોકસભા ચૂંટણીમાં જે વિવાદો સર્જાયા તે સૌની સામે છે પણ બનાસકાંઠા હારીને ભાજપ એ મોદી-શાહના ગુજરાતને હેટ્રીક કરવા ન દીધી તે અફસોસ રહી ગયો.

    વાવ જીતી તે કોન્સોલેશન પ્રાઈઝ જેવું બની રહ્યું બીજી તરફ ગુજરાત મંત્રીમંડળમાં હમણા સ્થાન મળશે… હમણા સ્થાન મળશે તેની રાહમાં 140થી વધુ ધારાસભ્યો ગાંધીનગરનો એક પણ કોલ મીસ ન થાય તેની ચિંતા કરે છે. 2025માં પણ એ કયારે થશે તે પ્રશ્ન છે. કોંગ્રેસ રાબેતા મુજબ સુઇ ગઇ છે અને તેને જગાડવા કુંભકર્ણની જેમ નગારા વગાવડા પડશે આમ આદમી પાર્ટીએ પ્રેસનોટ પાર્ટી બની રહી છે તે પણ નિશ્ચિત છે આમ ગુજરાતની જનતા પણ આ વર્ષ ભુલવા માંગશે.

    GUJARAT
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026
    લેખ

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026
    લેખ

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    અમદાવાદ

    Maruti Suzuki ગુજરાતમાં ૪,૯૬૦ કરોડની જમીન ખરીદશે, બોર્ડે મંજૂરી આપી

    January 12, 2026
    ગુજરાત

    India and Germany વચ્ચે વેપાર, સંરક્ષણ, શિક્ષણ, ટેક્નોલોજી, ઊર્જા સહિત અનેક મહત્વના ક્ષેત્રોમાં કરારો કરવામાં આવ્યા

    January 12, 2026
    લેખ

    તંત્રી લેખ…વાયુ પ્રદૂષણ સામે લડવા માટે, રાજ્યોએ આખું વર્ષ સક્રિય રહેવાનો નિર્ણય લીધો

    January 12, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026

    13 જાન્યુઆરીનું પંચાંગ

    January 12, 2026

    13 જાન્યુઆરીનું રાશિફળ

    January 12, 2026

    ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

    January 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.