શહેરમાંથી વિદેશી દારૂ ઝડપાયાના પ્રથમ બનાવની એવી છે કે, છકડો રિક્ષામાં વિદેશી દારૂ ભરીને તળાજા તરફ આવતો હોવાની બાતમીના આધારે ભાવનગર પોલીસની લોકલ ક્રાઈમ બ્રાંચે ભાવનગર-તળાજા હાઈ-વે પર વોચ ગોઠવી હતી અને જીજે.૦૪.એયુ.૭૦૦૪ નંબરના છકડો રિક્ષાને અટકાવી તેમાંથી બિયરના ૨૬૪ ટીન સાથે જયદીપ દિનેશભાઈ ચૌહાણ, મહાવીર દેવરાજભાઈ બારૈયા અને શૈલેષ વાલાભાઈ મંગેળા (ત્રણેય રહે.તળાજા)ને કુલ રૂ.૧,૫૮,૦૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ વરતેજ પોલીસ મથકમાં ગુનો નોંધ્યો હતો. તો, શહેરના વડવા વાસણઘાટ પાસેથી અરવીંદસિંહ ભીખુભા હાડા (રહે.સંઘેડિયા બજાર)ને દારૂના ત્રણ ચપટાં સાથે તથા નિર્મળનગર માધવરત્ન બિલ્ડિંગ પાસે બિયરના બે ટીન સાથે બેનુ મેઘા નાયક (હાલ રહે.સમરસ હોસ્ટેલ બાજુમાં, મુળ રહે.ઓડિસા)ને નિલમબાગ પોલીસે ઝડપી લઈ બન્ને વિરૂદ્ધ અલગ-અલગ ગુના નોંધ્યા હતા. તેમજ ઘોઘારોડ ગૌશાળા શેરી નં.૨માંથી નિલેશ વાધાભાઈ ચૌહાણના મકાનમાંથી દારૂની ત્રણ બોટલ તથા આડોડિયાવાસમાં રહેતા નવીન મોહનભાઈ રાઠોડના મકાનમાંથી દારૂની ૮ બોટલ અને કવિતાબેન ભરતભાઈ રાઠોડના મકાનમાંથી દારૂની બે બોટલો ઘોઘારોડ પોલીસે ઝડપી લઈ ત્રણેય વિરૂદ્ધ અલગ-અલગ ફરિયાદ નોંધી હતી.
Trending
- વોટીંગ ઈન્કને પેનવાળી શાહીમાં બદલી નંખાઈ છે, ધાંધલી થઈ શકે છે : Thackeray
- BHIM એપથી હવે તુરંત PF પૈસા ઉપાડી શકાશે
- વન-ડે રેન્કીંગમાં કોહલી પાસેથી નંબર-1નો તાજ New Zealand ના મિચેલ છીનવી શકે તેમ છે
- Ahmedabad: રાજકોટ સહિત રાજયની તમામ DEO કચેરીનો વહીવટ હવે પેપરલેસ થશે
- Madhya Pradesh માં બે વાહન વચ્ચે ભીષણ ટકકરથી પાંચ લોકોના મોત, 12 ઘાયલ
- બાંગ્લાદેશી ક્રિકેટરોએ BCB ડિરેક્ટરને અલ્ટીમેટમ આપ્યું
- વન-ડે રેન્કીંગમાં 53 માસ બાદ ફરી કોહલી નં.1 : રાહુલને પણ ફાયદો
- Mumbai માં કોર્પોરેશનની ચૂંટણીને કારણે શેરબજાર બંધ : સોશ્યલ મિડિયામાં ટીકા

