Salangpur,તા.26
સાળંગપુરધામશ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) અને સંતો 3 મહિના વિદેશમાં ધર્મનો પ્રચાર-પ્રસાર કરશે અમેરિકા અને કેનેડામાં સત્સંગ વિચરણ કરશે.
સાળંગપુર સ્થિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીતથાસંતો વિદેશમાં આગામી ત્રણ મહિના એટલે કે તા.27 મે 2025 થી 12 ઓગસ્ટ 2025 સુધીસત્સંગ વિચરણ અને ધર્મના પ્રચાર-પ્રસાર માટે જઈ રહ્યા છે.
ત્યારે પહેલાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીના આશીર્વાદ લીધા હતા. મંદિરના સ્ટાફેતેમનું હાર પહેરાવીને મંગળ યાત્રાની કામના કરી હતી. મહત્ત્વનું છે કે, હરિપ્રકાશ સ્વામી અને સંતો આગામી ત્રણ મહિના સુધી અમેરિકા અને કેનેડામાં ધર્મનો પ્રચાર-પ્રસાર- સત્સંગ વિચરણ કરશે.

