ભાવનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, જેના કારણે લોકોની ચિંતા વધી છે અને આરોગ્ય વિભાગની દોડધામ વધી છે, જો કે આજે રવિવારે કોરોના વાયરસનો નવો કેસ નોંધાયો નથી અને કોઈ દર્દી કોરોના મૂક્ત નથી થયો. ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા રપ દિવસમાં કોરોનાના કુલ પર કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના પ૧ કેસનો સમાવેશ થાય છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૩૪ દર્દી કોરોના મૂકત થયા છે, જયારે કોરોનાના ૧૭ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છે તેમ ભાવનગર મહાપાલિકાના આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે. શહેરની સરખામણીએ જિલ્લામાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે તેથી ગામડાઓમાં રાહત છે, જયારે શહેરીજનોમાં ફફડાટ વધ્યો છે. શરદી, ઉઘરસ, તાવ વગેરે લક્ષણો કોરોના વાયરસના છે અને આવા કેસ હાલ વધી રહ્યા છેે. કોરોના વાયરસના લક્ષણ હોય તેવા દર્દીઓએ સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે રિપોર્ટ કરાવવા જોઈએ તેમજ કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સુત્રોએ જણાવેલ છે.
Trending
- Fraud Mafia: ફીનાઇલનો ફેરિયો કે ફોરેન બઁકોનો ફ્રોડ એજન્ટ?-Part 8
- Monsoon Special Series ‘અગમચેતી એ જ સલામતી’
- Sardar Sarovar પુનઃ વસવાટ એજન્સી હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવાના નિયમોને આખરી ઓપ અપાયો
- ગુજરાત જેલમાંથી લોરેન્સ બિશ્નોઈ આતંક ફેલાવી રહ્યા છે, Punjab ના મંત્રી ચીમાએ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા
- London ના સાઉથેન્ડ એરપોર્ટ પર ટેકઓફ કરતી વખતે વિમાનમાં ભીષણ આગ લાગી
- Ukraine ને કહ્યું હતું કે તેને રશિયન હવાઈ હુમલાઓથી પોતાને બચાવવા માટે હવાઈ સંરક્ષણ મિસાઈલોની જરૂર છે
- Preity Zinta એ તેના પતિ પરમેશ્વર સાથે વિમ્બલ્ડન ફાઇનલ જોઈ
- સ્ટાર કોરિયોગ્રાફર શામક દાવરના ડાન્સ ગ્રુપનો ભાગ હતો. તેણે ઐશ્વર્યા રાય સાથે ડાન્સ કર્યો