New Delhiતા.09
ગત રવિવારે દિલ્હીના જંતર મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ હવે ગુરૂવારે પુનામાં આ અંગે દેખાવ-ધરણા થશે. કોકરોચ જનતા પાર્ટી શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગી રહી છે.
વર્ચ્યુઅલ પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે સોશ્યલ મીડીયામાં પોસ્ટ લખી હવે પુનામાં મળીએ તેવો સંદેશ આપ્યો છે. તેઓએ જણાવ્યું કે મહારાષ્ટ્રના શૈક્ષણિક કેપીટલ પુનામાં મળશું કેટલા કોકરોચ જોડાશે!
જો કે એક પ્રશ્નના જવાબમાં તેઓએ આ ચળવળને બાંગ્લાદેશ કે નેપાળથી જેન-ઝેડ સાથે સરખાવવાનો ઈન્કાર કરતા કહ્યું કે અમારુ આંદોલન શાંતિપૂર્ણ છે તેને પાડોશી દેશોના આંદોલન સાથે સરખાવી શકો નહી. અમો કોઈ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા નથી.

