New Delhi, તા.9
ઈરાન યુદ્ધ સહિતના કારણે જે રીતે ભારતીય એરલાઈન્સ એક બાદ એક પડકારમાં સામનો કરી રહ્યા છે તેમાં સ્પાઈસ જેટની નાણાકીય મુશ્કેલીઓ વધી રહી હોવાના સંકેત છે અને આ એરલાઈને માર્ચ માસથી તેના પાઈલોટ સહિતના કર્મચારીઓને પગાર પણ ચુકવ્યા નથી.
હાલમાં જ કંપનીએ સરકારની ક્રેડીટ સ્કીમ હેઠળ ઈમરજન્સી લોનની પણ માંગણી કરી છે. સ્પાઈસ જેટ પાસે 375 પાઈલોટ છે અને તેમના પગાર કેટલાય મહિનાથી વિલંબમાં પડયા છે અને તેના કારણે કંપનીના સ્ટાફમાં પણ નારાજગી છે.
હાલમાં જ કંપનીના ફલાઈટ ઓપરેશનના ઈન્ચાર્જ સીનીયર વાઈસ પ્રેસીડેન્ટ વિરેન્દ્ર મલ્હોત્રાએ તમામ પાઈલોટ સહિતના કર્મચારીઓને એક ઈમેઈલ મોકલીને કંપની નાણાકીય મુશ્કેલીમાં હોવાનું જણાવ્યું હતું અને પગાર વિલંબથી થઈ રહ્યા હોવાનું સ્વીકાર્યુ હતું પણ તેમણે જણાવ્યું કે આ એક કસોટીનો સમય છે અને કામચલાવ છે. જો કે ત્રણ મહિનાનો પગાર કયારે મળશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી અને હવે 15 બિલિયન રૂપિયાની ધિરાણ માંગ્યુ છે.

