(રવિ નિમાવત દ્વારા)
Morbi તા.૯
Morbiના મહેન્દ્રનગર અને તેની આસપાસના વિસ્તારમાં વાહન ચોરીની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. તસ્કરો એક ગેરેજમાંથી રૂ. ૨ લાખની કિંમતની આઈ-૧૦ કાર અને એક ઘર આંગણે પાર્ક કરેલું ૩૫ હજારનું સ્પ્લેન્ડર બાઈક ચોરી કરી નાસી છૂટ્યા છે. આ બંને બનાવો અંગે વાહન માલિકોએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કાર ચોરીની ઘટનાની વિગત મુજબ Morbiના બેલા (રંગપર) ગામના વતની ચંદ્રકાંતભાઈ બાલુભાઈ ઉઘરેજાએ પોતાની હ્યુન્ડાઇ ગ્રાન્ડ આઈ-૧૦ ફોર વ્હિલર ગાડી (નંબર -૩૬–૪૦૦૩) મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે આવેલા જય અંબે મોટર્સ ગેરેજ એન્ડ સર્વિસ પર રાખી હતી. દરમિયાન કોઈ અજાણ્યો ચોર ઇસમ ગેરેજમાંથી આ રૂ. ૨ લાખની કિંમતની કાર ચોરી કરી ગયો હતો.
જ્યારે વાહન ચોરીની બીજી ઘટનામાં, મહેન્દ્રનગર ધાયડી વિસ્તારમાં સીએનજી પંપની સામે રહેતા અને ખેતીકામ કરતા ૨૭ વર્ષીય કેવલભાઈ રૂગનાથભાઈ ડાભીએ પોતાનું હીરો કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (નંબર -૩૬–૦૨૯૪) ઘર પાસે પાર્ક કર્યું હતું. રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યો તસ્કર આ રૂ. ૩૫,૦૦૦ની કિંમતનું બાઈક ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે પણ બાઈક માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વાહનોના એન્જીન અને ચેચીસ નંબરના આધારે ચોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

