Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન
    • Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા
    • Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ
    • MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ
    • Amreli શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડ્યો
    • Surendranagar ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો
    • ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે
    • ભારતીય શેરબજારમાં ઉછાળે સાવચેતીનો માહોલ…!!!
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, June 9
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા
    સૌરાષ્ટ્ર

    Amreli: બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્ની ઝડપાયા

    Shri Nutan SaurashtraBy Shri Nutan SaurashtraJune 9, 2026No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    (મિલાપ રૂપારેલ દ્વારા)

    Amreli તા.૯ઃ

    રાજુલા બસ સ્ટેશનમાં ભીડનો લાભ લઇ બસમાં ચડતાં પેસેન્જરોના પર્સની ચોરી કરતા પતિ પત્નીને (બેલડી) ઇગલ આઇ પ્રોજેકટ સી.સી.ટી.વીની મદદથી ગણતરીની કલાકોમાં પકડી પાડી, ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન તથા સોનાનું પેંડલ રૂપિયા ૧,૦૩,૮૦૦ તેમજ રોકડા રૂપિયા ૮,૦૦ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ મળી કુલ રૂપિતા ૧,૩૪, ૬૦૦ના મુદામાલ સાથે રાજુલા પોલીસ ટીમે ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

    આ બનાવમાં રાજુલા ગામે ડોળીનો પટ્ટમાં સરકારી ગોડાઉનના પાછળના ભાગે રહેતા લાભુબેન કિશોરભાઇ શીયાળ નામના ૩૯ વર્ષીય મહિલા ગત તા.૭ ના રોજ સવારના આશરે પોણા દસેક વાગ્યાની આસપાસ રાજુલા બસ સ્ટેશનમાંથી કોડીનાર વડોદરા રૂટની એસ.ટી. બસમાં ચડતા હતા તે વખતે કોઇ અજાણ્યા વ્યકિતએ મહિલાના હાથમાં રહેલ કાપડની થેલીમાં રાખેલ સોનાનો ચેઇન વજન ૧૪.૯૨૦ ગ્રામ જેની કિમત રૂપિયા ૧,૦૦,૮૦૦ તથા દિલ આકારનું સોનાનું પેંડલ કિમત રૂપિયા ૩,૦૦૦ તથા રોકડા રૂપીયા ૧,૨૦૦ મળી કુલ રૂપિયા ૧,૦૫,૦૦૦ ના મુદામાલની મહિલાની નજર ચુકવી થેલીમાંથી કાઢી લઇ ચોરી કરી લઇ ગયેલ હતો.જે અંગે મહિલાએ અજાણ્યા ચોર વિરુધ્ધ રાજુલા પોલીસા સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી.

    જે અનુસંધાને રાજુલા પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ. વી.એમ.કોલાદરાની સુચના અને માર્ગદર્શન હેઠળ આરોપીઓની ખાનગી બાતમીદારો મારફતે આરોપીઓ અંગે ચોકકસ બાતમી મેળવી, આ ચોરીના ગુનાને અંજામ આપનાર હાલ ઉના ગામે ખારા વિસ્તારમાં રહેતા શંભુભાઇ ભગાભાઇ પરમાર તથા તેમની પત્નિ ગૌરીબેન ઉર્ફે દકુ શંભુભાઇ ભગાભાઇ પરમાર નામના પતિ પત્નિને ચોરીમાં ગયેલ મુદામાલ સાથે પકડી પાડી ચોરીમાં ગયેલ સોનાનો ચેઇન તથા સોનાનું પેંડલ રૂપિયા ૧,૦૩,૮૦૦ તેમજ રોકડા રૂપિયા ૮,૦૦ તથા સ્પ્લેન્ડર મોટર સાયકલ મળી કુલ રૂપિતા ૧,૩૪, ૬૦૦ના મુદામાલ સાથે રાજુલા પોલીસ ટીમે ૪ઝડપી લઇ ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.

    આ બનાવનો ભેદ ઉકેલવા માટે પોલીસ સ્ટાફ દ્રારા બસ સ્ટેશન તેમજ આજુબાજુના વિસ્તારોમાં લગાવેલ ઇગલ આઇ પ્રોજેકટ સી.સી.ટી.વી કેમેરાઓ ઝીટવટભરી રીતે ચેક કરી આરોપીઓની શોધખોળ ચાલુ કરી હતી.અને આ તપાસ દરમ્યાન એક મોટર સાયકલની શંકાસ્પદ ભુમિકા જણાઇ આવેલ.જે મોટર સાયકલના રજિસ્ટ્રેશન આધારે આરોપીઓને ઝડપી પાડેલ હતા.આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડીઃઆ કામે બન્ને આરોપીઓ પતિ પત્ની હોય જેથી બન્ને મોટર સાયકલ લઇ બસ સ્ટેશનથી દુર પોતાની પત્નીને ઉતારી દેતા તે ચાલીને બસ સ્ટેશનમાં પેસેન્જર તરીકે આવી, જે બસમાં વધારે ટ્રાફિક હોય તે બસમાં પેસેન્જર બની બસમાં ચડતી વખતે ગીરદીનો લાભ લઇ મોટી ઉંમરની મહીલાઓને ટાર્ગૅટ કરી, ધકકા મુકકી કરી તેમની પાસે રહેલ થેલીમાં રાખેલ,પર્સની ચોરી કરી તેમાં રહેલ રોકડા રૂપિયા તથા સોનાની વસ્તુઓ તેની જાણ બહાર નજર ચુકવી ચોરી કરવાની ટેવ ધરાવે છે.પકડાયેલ આરોપીઓએ આપેલ ગુનાની કુબલાત મુજબ લગભગ આજથી બે ત્રણ મહીના દરમ્યાન અલગ અલગ સમયે ઉના બસ સ્ટેશનમાંથી અજાણી મહીલાઓ બસમાં ચડતી હોય તેની થેલીમાંથી પર્સની ચોરી કરી તેમાં રહેલ રોકડ રકમની ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ છે.

    Amreli NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Shri Nutan Saurashtra
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    Amreli શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડ્યો

    June 9, 2026
    સૌરાષ્ટ્ર

    Surendranagar ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

    June 9, 2026
    સૌરાષ્ટ્ર

    Devbhoomi Dwarkaમાં સરપંચના પતિ સહિત બે જણા લાંચ લેતા ઝડપાયા

    June 9, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh દાતાર કાંડનો હત્યારો મુંબઇથી ઝડપાયો, પેરોલ જમ્પ કરી ૧ વર્ષથી ફરાર હતો

    June 9, 2026
    સૌરાષ્ટ્ર

    Dwarkadhish Temple માં પુરુષોત્તમ માસની જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી

    June 9, 2026
    સૌરાષ્ટ્ર

    Bhavnagar : કોન્સ્ટેબલ નયના બારૈયા ફરી વિવાદમાં: ફોન પર ખંડણી માંગી ધમકી આપ્યાનો આક્ષેપ

    June 9, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026

    MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ

    June 9, 2026

    Amreli શેરબજારમાં રોકાણના નામે સાયબર ઠગાઈ કરનાર આરોપીને અમરેલી સીટી પોલીસે ઝડપી પાડ્યો

    June 9, 2026

    Surendranagar ધાંગધ્રામાંથી ૧ .૮કિલો સૂકા ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

    June 9, 2026

    ગુજરાતનું ગૌરવ: Rajkotની સ્વદેશી બનાવટની ડ્રોન મોટર્સ હવે વૈશ્વિક બજારના આર.પી.એમ ફેરવશે

    June 9, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Rajkot: Balaji Wafers factory ના ગંદા પાણીથી પશુપાલન સાથે ખેતીને ભયંકર નુકસાન

    June 9, 2026

    Jamnagarની મહિલાનો ફોટો એડિટ કરી બદનામ કરતો વીડિયો વાયરલ કરનાર શખ્સ સામે ફરિયાદ

    June 9, 2026

    MPમાં મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ, ભાજપના ત્રણેય ઉમેદવારો થશે બિનહરીફ

    June 9, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.