RAJKOT, તા.20
એવું શ્રી શ્રી નાથજી નુ નામ અમને પ્રાણ પ્યારૂ છે… જેના નામ સ્મરણ માત્ર થી આ કળીકાળ માં સમગ્ર મનુષ્યો ના દુ:ખ દર્દ દૂર થાય છે. સદાય પ્રેમનો દરીયો જયાં ધુધવે છે એવા કરૂણાનિધાન શ્રીનાથજી પ્રભુના પગપાળા દર્શન કરવા શ્રી નાથજી પદયાત્રા સંઘ દ્વારા રાજકોટ થી શ્રીનાથજી (રાજસ્થાન ) ધામે પદયાત્રા નું આયોજન કરેલ છે. તા. 15-12-2024 ને રવિવાર ના રોજ પ્રારંભ થનાર અંદાજે 550 કિ.મી. ની અને 17 દિવસ ની આ પદયાત્રા સંપૂર્ણ પણે વિના મુલ્યે યોજવામાં આવેલ છે તેમ શ્રીનાથજી પદયાત્રા સંઘના આયોજક શ્રી ગિરીશભાઈ કુંકણા દ્વારા દરેક વૈષ્ણવ ભાઈ બહેન ને પદયાત્રામાં જોડાવા જણાવ્યું છે.
અંદાજે 550 કિ.મી.ની આ પદયાત્રા રાજકોટ થી તા. 15-12-2024ને રવિવારે શરૂ થઈચોટીલા-લીંબડી-બગોદરા-અમદાવાદ-ગાંધીનગર-હિંમતનગર- શામળાજી-ખેરવાડા-ઉદયપુર-એકલીંગજી થઈને તા.31-12-2024 ના રોજ શ્રીનાથજી પહોચશે. દરેક પદયાત્રીક વૈષ્ણવ ભાઈઓ તથા બહેનો શ્રીનાથજી માં બે દિવસનો મુકામ કરશે અને શ્રીનાથજી પ્રભુના દર્શન નો અનેરો અને અનન્ય લાભ લેશે. શ્રીનાથજી સુધીની 17 દિવસની પદયાત્રા માં દરેક વૈષ્ણવો ને સવારે ચા-નાસ્તો બપોરે તથા રાત્રીના ભોજનની વ્યવસ્થા તથા રસ્તામાં મળવા આવનાર સગા-સબંધી તથા મિત્રો સ્નેહીની પ્રસાદ ની વ્યવસ્થા તથા રસ્તામાં દેરેક સ્થળોએ રાત્રીરોકાણ ની વ્યવસ્થા તથા રસ્તામાં પ્રાથમીક જરૂરીયાતની મેડીકલ વ્યવસ્થા તેમજ દરેક વૈષ્ણવો ને શ્રીનાથજી માં બે દિવસ રહેવા તથા જમવાની વ્યવસ્થા શ્રી નાથજી પદયાત્રા સંઘ ના આયોજક દ્વારા વિના મૂલ્યે કરવામાં આવનાર છે.
આયોજનને સફળ બનાવવા માટે શ્રી નાથજી પદયાત્રા સંઘના આયોજક ગિરીશભાઈ કુંકણા, ભાવેશભાઈ રાજાણી, નાગરદાસ કાનાણી (જામખંભાળિયા), અરવીંદભાઈ અનીડા વાળા, વગેરે કાર્યકરો જહેમત ઉઠાવી રહયા છે.પદયાત્રાની વધુ વિગત જાણવા માટે સંધના આયોજક ગિરીશભાઈ કુંકણા – શ્રી નાથજી પદયાત્રા સંઘ ઈ/જ્ઞ. 301- 302, મણી કોમ્પલેક્ષ, યાજ્ઞિક રોડ, રાજકોટ ખાતે સાંજે 4 થી 6 રૂબરૂ સંપર્ક કરવો.