Amreli,તા.03
અમરેલી જિલ્લાના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન મળી આવ્યું હતું. મૌલાનાના મોબાઇલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવતાં એસઓજીની ટીમ ચોંકી ઉઠી હતી. આ મામલે ધારી પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. ત્યારે અમરેલી સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG)એ મૌલવીને અમદાવાદ લવાયો છે. આ મામલે ગુજરાત ATS તપાસ કરી શકે છે.
પૂછપરછ દરમિયાન મૌલાના અમદાવાદ શહેરના જુહાપુરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. મૌલાનાનો મોબાઇલ ચકાસતાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયામાં ગ્રૂપ મળી આવ્યા હતા. જેને લઈને હાલ પોલીસ તપાસ કરી રહી છે કે મૌલાના કેટલા સમયથી અહીં રહેતો હતો અને અત્યાર સુધી અહીં કોણ કોણ આવતું હતું. પાકિસ્તાનમાં કોના કોના સંપર્ક છે તે અંગે તપાસ ચાલી રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધારીના હિમખીમડીપરા વિસ્તારમાં આવેલી મદરેસાના મૌલાનાનું પાકિસ્તાન સાથે કનેક્શન હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલી એસઓજીને તપાસ દરમિયાન માહિતી મળી હતી કે હિમખીમડીપર વિસ્તારમાં આવેલી મદરેસામાં મૌલાના મોહંમદફઝલ અબ્દુલઅઝીઝ શેખ ગેરકાયદે રીતે વસવાટ કરે છે. જેથી SOGની ટીમ પુરાવા માંગ્યા હતા પરંતુ મૂળ રહેઠાણ અંગે કોઈ પુરાવા ન હોવાથી મૌલનાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો અને હવે વધુ તપાસ માટે અમદાવાદ લવાયો છે.