New Delhi,તા.12
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે ભુતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી એરપોર્ટથી સીધા હોસ્પિટલ પહોંચ્યા હતા.દિલ્હી વિસ્ફોટમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હી વિસ્ફોટ પછી ભુતાનથી પોતાના પહેલા ભાષણમાં, પીએમ મોદીએ ઘટનાનો ઉલ્લેખ કરીને ચેતવણી આપતા કહ્યું હતું કે, વિસ્ફોટ માટે જવાબદાર તમામ લોકોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં.સોમવારે (10 નવેમ્બર) સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાથી દેશભરમાં અફરા-તફરીનો માહોલ બની ગયો હતો અને અનેક સ્થળો પર હાઇ એલર્ટ જાહેર થઈ ચુક્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચુક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

