Washington, તા.12
અમેરિકામાં એચ-વન-બી વિઝા પર આકરા નિયમો લાગુ કર્યા બાદ જે રીતે અમેરિકન કંપનીઓને ભારત સહિતના દેશોમાંથી આવતી ટેલેન્ટ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે તે સાથે જ હવે બે મહિનામાં ટ્રમ્પ ઢીલા પડી ગયા છે અને તેઓએ એક મુલાકાતમાં સ્વીકાર્યુ કે અમેરિકાને વિદેશી ટેલેન્ટની જરૂર છે અને ફકત બેરોજગાર પર જ દેશ નિર્ભર રહી શકે નહી.
પરંતુ પ્રતિભાવોને સામેલ કરીને અમેરિકા દુનિયામાં આગળ રહે તે જરૂરી છે. અગાઉ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-વન-બી વિઝા માટે 1 લાખ ડોલરની ફી અને અન્ય આકરા નિયમો લાગુ કર્યા હતા પણ હવે તેઓને સત્ય સમજાઈ ગયું હોવાના સંકેત છે.
તેમણે સ્વીકાર્યુ કે, અમેરિકી કામદારોનો પગાર વધવો જોઈએ. પરંતુ સાથે ટેલેન્ટ પણ જરૂરી છે. અગાઉ ટ્રમ્પે જ એચ-વન-બી વિઝા માટે 1500 ડોલરની જે ફી હતી તે વધારીને 1 લાખ ડોલરની કરી હતી અને 21 સપ્ટેમ્બર બાદ અમેરિકામાં દાખલ થનાર કોઈપણ નવા એચ-વન-બી વિઝા ધારક માટે આ ફી ચુકવવી પડે તેવુ હતું.
પરંતુ તેમણે કહ્યું કે ચોકકસપણે અમેરિકા પાસે પ્રતિભા છે પરંતુ કેટલીક ખાસ સ્કીલ એવી છે જે આપણી પાસે નથી. બેરોજગારોને સીધુ ન કહી શકીએ કે ચાલો હવે મિસાઈલ બનાવવાનું શીખો તે માટે ટેલેન્ટ અને અનુભવ જોઈએ.
ટ્રમ્પે એ પણ સ્વીકાર્યુ કે જયોર્જીયામાં હુન્ડાઈ બેટરી ફેકટરી જે દક્ષિણ કોરિયાથી કુશળ કારીગરો આવ્યા હતા તેને પરત મોકલતા હવે ઉત્પાદનમાં પ્રશ્ન થઈ રહ્યો છે અને પુરી વ્યવસ્થા ઠપ્પ થઈ રહી છે

