Amreli,તા.૧૨
ગુજરાત સરકાર દ્વારા ૧૦ હજાર કરોડના ખેડૂતો માટે રાહત પેકેજ મળ્યા બાદ અમરેલી જિલ્લામાના માછીમારોને બાકાત કરતા નારાજગીનો માહોલ ઉભો થયો છે જાફરાબાદ બંદર પર ભારે વરસાદ કમોસમીના કારણે માછીમારોને કરોડો રૂપિયાનું નુકસાન હોવા છતા સરકાર દ્વારા કોઈ પેકેજમાં સમાવેશ નહિ કરતા સાગર ખેડૂતોમા નારાજગી વ્યાપી છે.
રાજય સરકાર માછીમારો માટે અલગથી પેકેજ જાહેર કરી સહાય આપી માછીમારોને મદદ કરવા માટેની માંગ કરવામા આવી રહી છે. ખેડૂતો સાથે અમે પણ સાગર ખેડૂતો છીએ વાંરવાર વાવાજોડા કમોસમી માવઠા સાહિતમાં નુકસાન થાય છે. પીએમ દ્વારા કેન્દ્ર સરકાર માં સાગર ખેડૂતો માટેનો દરરજો આપવામાં આવ્યો છે.છતા આજ સુધી વરસાદ કમોસમી જેવા માવઠામાં રાજય સરકાર દ્વારા માછીમારો માટે કોઈ પેકેજ સહાય આપવામાં કેમ નથી આવતી? તેવા અનેક સવાલો ઉઠાવી રોષ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી.
માછીમારોની માછીમારોની મછી ચૂકવેલ હોય તેમા વરસાદ પડવાના કારણે ચૂકવાતી નથી અને જીવાત પડી જવાના કારણે લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું છે માછીમારો અને ખેડૂત વચ્ચે ગોળ ખોળ કરવામાં આવે છે માછીમારો વર્ષોથી રાજય સરકાર સાથે હોવાથી સાગર ખેડૂતોને મદદ કરવામાં આવે ત્યારે રાજુલા અને જાફરાબાદ વિસ્તારના ધારાસભ્ય હીરા સોલંકી દ્વારા કૃષિમંત્રી સહિતને પત્ર લખવામાં આવ્યા છે.
ઉપરાંત ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ સ્વીકાર્યું નુકસાન અંગે આ વિસ્તારમાં અહીં બુમલાની ફિશિંગ કહેવામાં આવે છે એ ફિશિંગ કરવામાં આવે છે તડકામાં ચૂકવાતી હોય છે વરસાદ આવવના કારણે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે અને સૌથી મોટી હૂંડિયામણ ફિશિંગ થઈને સરકારને જતી હોય છે ખૂબ મોટો લાભ મળે છે આવા સમયે ધારાસભ્યએ પણ સરકાર સમક્ષ માછીમારોને પેકેજ મળે તેવી માંગણી કરવામાં આવી છે.
કમોસમી વરસાદે માછીમારોને પણ મોટું નુકસાન કર્યું છે માછીમારો એ સુકવેલ મચ્છી પલળી ગઈ છે જેને લઈને ખેડૂતોને મોટું નુકસાન થયું છે માછીમારો માંગ કરી રહ્યા છે કે સરકારે ખેડૂતોને રાહત પેકેજ જાહેર કર્યું પરંતુ હજુ સુધી માછીમારો માટે કોઈ સહાય નથી આપી જેને લઇને માછીમારો રાહત પેકેજની માંગ કરી રહ્યા છે.

