શોબા એ દાવત જૈશનો એક એવો વિભાગ છે જે નવી ભરતીના દિમાગમાં ગંદકી, નફરત કે એક પ્રકારે બ્રેન વોશ કરે છે
New Delhi, તા.૧૨
ભારતની ગુપ્તચર એજન્સીઓએ એક એવા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે જેના વિશે સાંભળીને રૂવાડાં ઊભા થઈ જશે. જૈશ એ મોહમ્મદનો ખતરનાક પ્લાન શોબા એ દાવત સંપૂર્ણ રીતે ડીકોડ થઈ ચૂક્યો છે. તેની કમાન ભારતમાં મહિલા ડોક્ટર શાહીનના હાથમાં હતી. જે ભારતમાં જમાત ઉલ મોમિનાતની ચીફ કમાન્ડર છે. સૂત્રોએ જણાવ્યું કે શાહીનનો પ્લાન શોબા એ દાવત ડિકોડ થઈ ચૂક્યો છે. જમાન ઉલ મોમિનાતને આતંકી સંગઠન મસૂદ અઝહરની બહેન સાદિયા અઝહર ચલાવે છે. આ સંગઠનનું કામ મહિલાઓને જેહાદ માટે તૈયાર કરવાનું છે. શાહીદને ખાસ જવાબદારી મળી હતી કે તે કટ્ટર વિચારધારા ધરાવતી છોકરીઓને ટાર્ગેટ કરે અને તેમને જૈશ સાથે જોડે. શોબા એ દાવતમાં બ્રેનવોશનો ખતરનાક ખેલ છે. શોબા એ દાવત જૈશનો એક એવો વિભાગ છે જે નવી ભરતીના દિમાગમાં ગંદકી, નફરત કે એક પ્રકારે બ્રેન વોશ કરે છે. સૂત્ર જણાવે છે કે શોબા એ દાવતની સંપૂર્ણ જવાબદારી ભારતમાં શાહીનને મળી હતી. આ ટ્રેનિંગમાં નવી મહિલા આતંકીઓનું બ્રેઈનવોશ કરાય છે અને તેમને સમજાવવામાં આવે છે કે જન્નતમાં જવા માટે ભારત વિરુદ્ધ જેહાદ કરવું જરૂરી છે. શાહીનને શરૂઆતી ટ્રેનિંગ દૌરા એ તસ્કિયાની જવાબદારી સોંપાઈ હતી. જેમાં છોકરીઓમાં ધાર્મિક પુસ્તકોના બહાને જેહાદનું ઝેર ભરાતું હતું. તે પહેલેથી કટ્ટર છોકરીઓને ટાર્ગેટ કરતી. એવી છોકરીઓ જેમના મનમાં નફરતના મૂળિયા પાક્કા થઈ ચૂક્યા હતા.
શાહીન પોતે જૈશની દૌરા આયત ઉલ નિસાહ ટ્રેનિંગ લઈ ચૂકી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ધર્મના પુસ્તકોમાં મહિલાઓ માટે પણ જેહાદ કરવા વિશે જણાવવા માટે શાહીનને ટ્રેનિંગ મળેલી છે. તેનો હેતુ વધુમાં વધુ મંતઝિમા (ટીમ લીડર)બનવવાનો હતો, જેથી કરીને તેમના દ્વારા વધુ મહિલાઓને જૈશ સાથે જોડવામાં આવી શકે. ઓનલાઈન ક્લાસિસનું પ્લાનિંગ પણ ચાલુ હતું. જેમાં ભારતની એવી મહિલાઓને સામેલ કરવાનું હતું જેમના ઘરોમાંથી પુરુષ આતંકી ગતિવિધિઓમાં પકડાયેલા હોય. તેમને એવું લાગતું હોય કે સરકારે તેમને ફસાવ્યા છે.
શાહીનનુ સૌથી મોટું હથિયાર એ ખોટું વચન હતું જેમાં કહેવાતું કે મરતા જ જન્નત મળશે. તે કટ્ટર વિચારધારાવાળી છોકરીઓને ટાર્ગેટ કરતી હતી. સૂત્ર કહે છે કે આ ટ્રેનિંગમાં નવી મહિલા આતંકીઓનું બ્રેઈનવોશ કરાય છે અને તેમને સમજાવવામાં આવે છે કે જન્નતમાં જવા માટે ભારત વિરુદ્ધ જેહાદ કરવું જરૂરી છે. શોબા એ દાવત હેઠળ તે દૌરા એ તસ્કિયા નામની પ્રાથમિક ટ્રેનિંગ પણ આપવાની હતી. તેમાં ધાર્મિક પુસ્તકોના નામે ઝેર ભરાતું હતું. શાહીન પોતે જૈશની દૌરા આયત ઉલ નિસાહ ટ્રેનિંગ લઈ ચૂકી છે જ્યાં તેને શીખવાડવામાં આવ્યું હતું કે મહિલાઓ પણ જેહાદ કરી શકે છે.

