Srinagar તા.14
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટનાં મામલામાં મોટા એકશન બહાર આવ્યા છે. પુલવામામાં સુરક્ષા દળોએ દિલ્હી બ્લાસ્ટનાં આરોપી આતંકી ઉંમર મોહમ્મદ ઉર્ફે ઉંમર ઉલ નબીનાં ઘરને આઈઈડીથી ઉડાવી દીધુ છે.
ઉંમર મોહમ્મદ એ આતંકી છે જે ફરીદાબાદથી દિલ્હી પહોંચીને લાલ કિલ્લાની બહાર કાર બ્લાસ્ટમાં સામેલ હતો. ઉંમર ઉન નબી દિલ્હી બ્લાસ્ટ બાદથી ફરાર છે અને સુરક્ષા એજન્સીઓ તેની તલાસીમાં લાગી છે.ધમાકા બાદ તેના પરિવારની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પુલવામામાં તેનુ ઘર ચિહીન્ત કરીને ધ્વસ્ત કરી દેવામાં આવ્યું. પોલીસ સતત તેના પરિવારની પૂછપરછ કરી રહી છે. જેથી તેનાં નેટવર્ક અને સહયોગીઓનો પતો મળી શકે. સુરક્ષા એજન્સીઓએ બતાવ્યુ હતુંકે પુલવામાં સ્થિત ઉંમરના ઘરને ધ્વસ્ત કરવાના ઉદેશથી આતંકીઓ અને તેમને મદદ કરનારાઓને સખ્ત સંદેશ આપવાનો છે.
દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા ભીષણ કાર બ્લાસ્ટના માસ્ટરમાઇન્ડ મનાતા ડો. ઉમર મોહમ્મદ વિરૂધ્ધ સુરક્ષા એજન્સીઓએ મોટી કાર્યવાહી કરી છે. આતંકવાદ વિરૂધ્ધ ચાલી રહેલી કડક મુહિમના ભાગરૂપે, સુરક્ષા દળોએ શુક્રવારે ડો. ઉમરના પુલવામા સ્થિત ઘરને નિયંત્રિત IED વિસ્ફોટથી ધ્વસ્ત કરી દીધું છે.
સુરક્ષા દળોએ આ ઓપરેશનને અંજામ આપતા પહેલા સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સંપૂર્ણ સાવચેતી સાથે આ કાર્યવાહી પૂરી કરી હતી. આ પગલું આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ તત્વોને કડક સંદેશ આપવા માટે લેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ડો. ઉમર મોહમ્મદ દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. આ બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા હતા. તપાસ એજન્સીઓ એ પણ તપાસ કરી રહી છે કે બ્લાસ્ટમાં ડો. ઉમરનું મોત થયું છે કે તે ભાગી ગયો છે, જેના માટે તેની માતાના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. આ મોટી કાર્યવાહી એ જ તપાસનો એક ભાગ છે.

