New Delhi,તા.14
આકાશમાં ચંદ્ર સુધી પહોંચીને હવે દેશની ખુદની સ્પેસ લેબ પણ સ્થાપીત કરવા ભારતની તૈયારી વચ્ચે સમુદ્રના પેટાળમાં પણ સંશોધન વિ. માટે ભારત હવે હીન્દ મહાસાગરમાં 6 કી.મી. ઉંડે સી-લેબ સમુદ્ર લેબોરેટરી સ્થાપવા તૈયારી કરી રહ્યું છે અને આ પ્રોજેકટ 2050 સુધીમાં સાકાર થઈ જશે. ચેન્નઈ સ્થિત નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ યોસન ટેકનોલોજી વિઝન 2047 હેઠળ આ પ્રોજેકટ આગળ ધપાવશે. આ માટે ટીમ બનાવીને ગ્રાઉન્ડવર્ક શરૂ કરાયુ છે.
એક વખત ધરતી પર આ સ્ટેશન તૈયાર થાય પછી તેને સમુદ્રમાં નિશ્ચિત સ્થળે સ્થાપીત કરાશે અને તે પુરી રીતે પારદર્શક હશે જેથી સમુદ્રમાં ચાલતી ગતિવિધિ નિહાળી શકાશે અને માનવ ભવિષ્યમાં સમુદ્રમાં કઈ રીતે રહી શકે તેના પ્રયોગો કરશે. પ્રથમ તબકકામાં 500 મીટરની ઉંડાઈએ ત્રણ સંશોધકો રહી શકે તેવું સી-સ્ટેશન તૈયાર કરાશે. જેમાં લાઈફ સપોર્ટ સીસ્ટમ હશે. એક દિવસ કે થોડા વધુ દિવસો તેમાં રહેવા માટેની સુવિધા હશે. એક ખાસ વાહન સંશોધકોને આ સી-લેબમાં લઈ જશે અને પાછા લાવશે.
આમ આ પ્રકારની સ્પેસ લેબ અમેરિકામાં ફલોરિડામાં ઈન્ટરનેશનલ યુનિ. એકવેરીયમ રીફ બેઝ છે. તે ફકત 19 મીટરની ઉંડાઈએ છે. ચીન પણ આ પ્રકારની સી-લેબ બનાવી રહ્યું છે. 2030 સુધીમાં દક્ષિણ ચીન સમુદ્રમાં તૈનાત કરાશે.

