Madhya Pradesh તા.14
અહીં સવારે દિલ્હી-મુંબઈ એકસપ્રેસ વે પર પૂરઝડપે જતી કાર બેકાબૂ થઈને ખાઈમાં ખાબકતા કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં એક 15 વર્ષના તરૂણનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની ઘટના સવારે 8 વાગ્યે બની હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ રાવટીથી 10 કિલોમીટર દૂર ભીમપુરા ગામમાં આ દુર્ઘટના બની હતી. અકસ્માતમાં કારનો બુકડો બોલી ગયો હતો. બનાવની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને રાહતકાર્ય શરૂ કરી દીધુ હતું.

