Junagadh તા.14
મેંદરડાના દાત્રાણશ ગામની સીમમાંથી કોઈ અજાણ્યા ઈસમે બે વાડીઓને નિશાન બનાવી રૂા.1,76,000ના કેબલ વાયરની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાઈ છે.
મેંદરડાના દાત્રાણા ગામે રહેતા ફરીયાદી ભરતભાઈ રામજીભાઈ વઘાસીયા (ઉ.46)એ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા.8-11ની રાત્રીના કોઈ અજાણ્યા ઈસમે વાડીના મકાનની ઓસરીનું તાળુ તોડી રૂમમાં રાખેલ સીગ્મા કંપનીનો 4 એમએમ કેબલ વાયર કોપર અન્ય વાયર કોપર 250 મી. રૂા.26000 અન્ય વાડીઓના તાળા તોડી ખુલ્લા ખેતરોમાંથી 1500 મી. વાયર કુલ મળી રૂા.1,76,000ના કેબલ વાયર ચોરી કરી લઈ ગયાની ફરીયાદ નોંધાવતા મેંદરડા પીએસઆઈ પી.સી. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.
આ ઉપરાંત ફરીયાદી હમીરભાઈ ઉર્ફે ભનાભાઈ ભુરાભાઈ સોલંકી (ઉ.63) રે. દાત્રાણા વાળાએ ફરીયાદ નોંધાવી છે કે કોઈ અજાણ્યા ઈસમે પોતાની વાડીમાં પ્રવેશી ડેલાનું તાળુ તોડી રૂમમાં રાખેલ 320 મી.કેબલ રૂા.40,960 અન્ય વાડીઓમાંથી 670 મી. મળી કુલ 1,07,960ની ચોરીની વધુ ફરીયાદ નોંધાતા પીએસઆઈ સરવૈયાએ તપાસ હાથ ધરી છે.
માંગરોળના શીલ પોલીસ સ્ટેશન નીચેના કાતીકાદી વિસ્તારમાં રહેતા ફરીયાદી હરેશભાઈ નથુભાઈ ડાકીના રહેણાક મકાનમાં કોઈ જાણભેદુએ પ્રવેશી સોનાના બે ચેઈન રૂા.90,000 એક સોનાનું પેન્ડલ રૂા.7000 રોકડ રૂા.55000 સહિત કુલ 1,52,000ની મતાની ચોરી થયાની ફરીયાદ અજાણ્યા શખ્સ સામે નોંધાવતા શીલ પોલીસે તપાસ હાથ ધરી છે.

