Jamnagar,તા.14
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામમાં રહેતા અને ખેતીકામ કરતા દિલીપભાઈ ઠાકરશીભાઈ વિરાણી નામના 55 વર્ષના ખેડૂત આધેડે પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી હાથ પગ ભાંગી નાખવા અંગે પાડોશમાં રહેતા ભુપત મોહનભાઈ તાળા, વિપુલ ભુપતભાઈ, કેવીન ભુપતભાઈ અને તેના એક સાગરિત સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જયારે ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીના પરિવારના મહિલા અને આરોપી પરિવારના મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેના મન દુઃખના કારણે ચારેય આરોપીઓએ એકસંપ કરી આ હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.

