Srinagar, તા.2
જમ્મુ-કાશ્મીરમાં દેશનાં પુર્વ ગૃહમંત્રી મુફતી સઈદની પુત્રીના અપહરણમાં 35 વર્ષ બાદ અપહરણકર્તાઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે. 8 ડિસેમ્બર 1889ના દિવસે મુફતી મહમદ સઈદની પુત્રી રૂબીયા સઈદનું તેના ઘરની નજીકથી અપહરણ થયું હતું.
તેમાં રૂબીયાની મુફતીને બદલે પાંચ ત્રાસવાદીઓને છોડવા પડયા હતા. 35 વર્ષ બાદ અપહરણના આ અપરાધમાં ભાગેડુ જાહેર થયેલા સફાલ અહેમદ શાંગલુની સીબીઆઈએ ધરપકડ કરી છે.
તે જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. જો કે 35 વર્ષ બાદ થયેલી ધરપકડ મુદે પોલીસ પર પસ્તાળ શરુ થઈ છે. રૂબીયા એ રાજયના પુર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીની બહેન પણ છે જો કે હાલ તે લંડનમાં રહે છે.

