New Delhi,તા.2
ક્રિકેટર મોઇન અલીએ IPL 2026માં ન રમવાનો નિર્ણય લીધો છે.ગઈ સિઝનમાં આ ખેલાડી કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ભાગ હતો પરંતુ આ વખતે આ ખેલાડી હરાજીમાં સામેલ થશે નહીં. મોઈન અલીએ જાહેરાત કરી છે કે તે 2026માં IPLને બદલે પાકિસ્તાન સુપર લીગમાં રમશે.
મોઈન અલીએ કહ્યું કે આ તેની કારકિર્દીની નવી શરૂઆત છે અને તે PSLમાં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે મોઈન અલી IPL છોડનાર બીજો ખેલાડી છે. તેની પહેલા ફાફ ડુ પ્લેસિસે પણ IPLને બદલે PSL પસંદ કર્યું હતું.
મોઈન અલી પાકિસ્તાન સુપર લીગની પ્રશંસા કરતા કહ્યું- આ એક નવી શરૂઆત કરવાનો યોગ્ય સમય છે. હું પાકિસ્તાન સુપર લીગના નવા યુગમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. પાકિસ્તાન સુપર લીગ T20 ક્રિકેટમાં એક મોટું નામ છે કારણ કે ત્યાં વિશ્વ કક્ષાના પ્રતિભાશાળી ખેલાડીઓ આવે છે.
તમને જણાવી દઈએ કે મોઈન અલી ગયા સિઝનમાં KKR માટે રમ્યો હતો, તેને 2 કરોડ રૂપિયાના બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવ્યો હતો. આ ખેલાડીને IPL 2025માં 6 મેચ રમવાની તક મળી હતી જેમાં તેણે ફક્ત પાંચ રન બનાવ્યા હતા. આ ખેલાડીએ બોલિંગમાં 6 વિકેટ લીધી હતી.
મોઈન અલીની વાત કરીએ તો, આ ખેલાડીએ 2018માં આ ટુર્નામેન્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે 73 મેચોમાં 41 વિકેટ લીધી અને 1167 રન પણ બનાવ્યા. મોઈન અલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી પણ રમી ચૂક્યો છે. પરંતુ હવે IPLમાં તેનું ભવિષ્ય અંધકારમય લાગતું હતું તેથી તેણે પાકિસ્તાન સુપર લીગમાં રમવાનું નક્કી કર્યું.

