Jetpur,તા.02
ક્ષણિક આવેશમાં ભરાયેલું પગલું ભારે પડ્યું: જેતપુર:જેતપુરમાં ઘરકંકાસથી તંગ આવી યુવકે ઝેરી દવા ગટગટાવી લીધીજેતપુર શહેરમાં પારિવારિક કલેશ અને ઘરકંકાસના બનાવો હવે ચિંતાજનક હદે વધી રહ્યા છે. સામાજિક સહનશક્તિ ખૂટતી હોય તેમ આજે બપોરે વધુ એક પરિણીત યુવાને ઘરકંકાસમાં પોતાની જિંદગી હોમી દીધાનો બનાવ નોંધાયો છે.ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, જેતપુરના ફકીર વાડામાં આવેલા ગોદરા વિસ્તારમાં રહેતા લાલજીભાઈ દાનજીભાઈ મકવાણાએ આજે બપોરે ૨:૦૦ વાગ્યાના સુમારે પોતાના જ ઘરે ઝેરી પ્રવાહી પી લીધું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, લાલજીભાઈ ને છેલ્લાં થોડા સમયથી ઘરકંકાસ ચાલી રહ્યો હતો. રોજિંદા કજિયાથી કંટાળી જઈને તેમણે આવેશમાં આવી જઈ આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુવાને ઝેરી દવા પી લેતા તેમની તબિયત લથડી હતી અને બનાવને પગલે પરિવારમાં રોકકળ મચી ગઈ હતી. આ બનાવને પગલે સ્થાનિક રહીશોમાં પણ અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

