Amreli તા.02
રાજયભરમાંથી ગુમ થયેલ કે અપહરણ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા માટે ગત તા.૧૮/૧૧થી તા.૨/૧૨ દિવસ સુધી દિવસ ૧૫ ની ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવેલ હોય, ત્યારે અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતએ આ ખાસ ઝુંબેશ અન્વયે અમરેલી જિલ્લામાંથી ગુમકે અપહરણ થયેલ મહિલા અથવા પુરૂષોને શોધી કાઢવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી સુચના આપેલ હતી.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. વી.એમ.કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ દ્વારા લાઠી પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલ ગુમ જાણવા જોગ નં. ૧/૨૦૧૧ તા.૨૩/૩/૧૧ મુજબના આજથી ૧૪ વર્ષથી ગુમ થયેલ મહિલા તથા બાળકીઓને આ ડ્રાઇવ દરમિયાન શોધી કાઢવામાં સફળતાં મેળવેલ છે.
મંજુલાબેન નામની મહિલાને લગ્ન જીવન દરમિયાન પોતાના પતિ સાથે મતભેદ થતા પોતાની બન્ને પુત્રીઓ સાથે કોઇને કહ્યા વગર ગઇ તા.૧૨/૩/૧૧ ના રોજ ક્યાંક જતા રહેલ હતા. આ અંગે તેના પતિએ લાઠી પોલીસ સ્ટેશન ગુમ જાણવા જોગ ગતતા.૨૩/૩/૧૧ જાહેર કરેલ હતી. આ મંજુલાબેન પોતાના પતિ સાથે રહેવા માંગતા ન હોય કે તેમની સાથે કોઇ સંબંધ રાખવા માંગતા ન હોય જેથી પોતે ગુમ થયા અંગે કોઇને જાણ કરેલ ન હતી અને પોતે પોતાની બન્ને પુત્રીઓ સાથે રહેતા હતા.
આ બનાવમાં અમરેલી એલ.સી.બી. ટીમ દ્વારા ૧૪ વર્ષ પહેલાં ગુમ થયેલ એક મહિલા તથા બે બાળકીઓ મળી કુલ ત્રણને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે શોધી કાઢી ૧૪ વર્ષથી પેન્ડીંગ ગુમ જાણવા જોગનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવેલ છે.

