Junagadh તા. ૨
જૂનાગઢ બી ડિવિઝન પોલોસ સ્ટેશન વિસ્તારમા મહિલા ફરીયાદીને સોશીયલ મીડીયા મારફત મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પુર્વક પૈસા કઢાવનાર આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢ બી ડિવિઝન પોલીસે બોટાદ જીલ્લામાથી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ. જે.જે. પટેલની રાહબરી હેઠળ મહિલા, બાળકો વિરુધ્ધના ગુન્હાઓ બનતા અટકાવા તેમજ આવા ગુન્હાના ગુન્હેગારોને સત્વરે પકડી પાડવા બી ડિવિઝન પોલીસ સ્ટાફ સતત કાર્યશીલ અને પ્રયત્નશીલ હોય, દરમ્યાન બી ડિવિઝન પોલીસ સ્ટેશન,
જુનાગઢ ખાતે ફરીયાદીને સોશીયલ મીડીયા મારફત મોફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બળજબરી પુર્વક રૂ. ૧૫૦૦ કઢાવી બાદમા રૂ.૫૦૦૦ ફરીયાદી નહી આપે તો ફરીયાદીના ફોટા ખરાબ રીતે એડીટ કરી સોશ્યલ મિડીયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી ગુન્હો કરેલાનો બનાવ બનેલ હોય જે ગુન્હાની ગંભીરતાને ધ્યાને લઇ આ કામે આરોપીને પકડવા
તેના ઉપર ખાસ વોચ રાખી પકડી પાડી, કાર્યવાહી કરવા સુચના થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ. જે.જે. પટેલને બાતમી હકિકત મળેલ કે, આ કામે આરોપી ફલાણ પ્રવિણાભાઇ વઢાવાણીયા વાળો હાલ બોટાદ જીલ્લા ખાતે છે.
જે હકિકત આધારે તુરંત જ બી ડીવીજન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સ્ટાફની ટીમ રવાના થઇ, હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા મજકુર આરોપી ફૂલાણ
પ્રવિણભાઇ વઢાવાણીયા ઉ.વ.૨૨ (રહે.બોટાદ) વાળો મળી આવતા ધોરણસર અટક કરી જુનાગઢ લાવી, કાયદેસરની કાર્યવાહી કરેલ છે, તેમજ આ કામે આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેક્ટર કે.એમ. વાઢેર ચલાવી રહ્યા છે.

