Mumbai,તા.13
જ્યારે ભારત તેનાં 79 મા સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું છે, ત્યારે મિર્ચી ’આઝાદી કી કહાની, મિર્ચી કી જુબાની’ સાથે પાછો ફર્યું છે. સુપરહિટ શોની ત્રીજી સીઝનમાં ઑડિયો સિરીઝમાં ફરી એક વાર એ વિસરાઈ ગયેલી વાતો સામે આવી છે જે આપણાં સ્વાતંત્ર્ય સંગ્રામની આત્મા હતી.
ખાસ વાત એ છે કે આ સીઝન 3માં ભારતીય સિનેમાનાં આઇકોનિક સ્ટાર્સ આ અમૂલ્ય વાર્તાઓને પોતાનો અવાજ આપશે. આ સ્ટાર્સમાં સુપરસ્ટાર આમિર ખાન અને અજય દેવગન પણ સામેલ છે.
ઉપરાંત પંકજ ત્રિપાઠી, મૃણાલ ઠાકુર, અનુપમ ખેર, સોનુ નિગમ, અમિતાભ ભટ્ટાચાર્ય, કુણાલ ખેમ્મુ વગેરે અનેક કવિઓ, વકીલો, કલાકારો અને શિક્ષકોની વણસાંભળેલી વાર્તાઓને પણ તેમની આગવી શૈલીમાં વાચા આપશે.

