પોલીસે ૨૧ વર્ષીય શખસને દારૂ-બિયર સહિત કુલ ૭.૨૨ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો
Ahmedabad, તા.૯
Ahmedabadના હાંસોલમાં એક જીેંફ કારમાં એક નહીં પણ ૧૮૦૦થી વધુ દારૂની બોટલની ખેપ મારતો મૂળ રાજસ્થાનનો શખસ એરપોર્ટ પોલીસે ઝડપી પાડ્યો છે. મળેલી બાતમીને આધારે પોલીસે એક ખાનગી કંપનીના પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પરથી એક ૨૧ વર્ષીય શખસને દારૂ-બિયર સહિત કુલ ૭.૨૨ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર, પોલીસને બાતમી મળી હતી કે, જીેંફ કાર નાયરા પેટ્રોલ પંપની પાછળ સર્વિસ રોડ પર ઊભી છે અને તેમાં વિદેશી દારૂ ભરેલો છે. ત્યારબાદ અવાવરું અને અંધારાવાળી જગ્યાએ પાર્ક કરેલી ગાડીને કોર્ડન કરીને પોલીસે અંદર બેઠેલા શખસને ઝડપી લીધો હતો. પૂછપરછમાં સામે આવ્યું છે કે, આરોપીનું નામ ૨૧ વર્ષીય ડુંગરા રામ હરખારામ જાની છે અને તે લીલસર ગામ બાડમેરનો રહેવાસી છે.પોલીસે કારની ડેકી અને પાછળની સીટ ચેક કરતા તેમાંથી વિદેશી દારૂની કુલ ૧૮૭૨ બોટલો મળી હતી. આ ઉપરાંત પોલીસે કાર અને એક મોબાઈલ ફોન સહિત કુલ ૭,૨૨,૪૦૮ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહત્ત્વનું છે કે, પકડાયેલો આરોપી આટલો મોટો દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યો હતો, બોર્ડર પરથી કઈ રીતે ઘુસાડ્યો અને અમદાવાદમાં કોને સપ્લાય કરવાનો હતો, તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

