Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • બોધકથા..સંગનો પ્રભાવ
    • 13 અને 14 જાન્યુઆરી, “લોહડી”
    • નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029
    • 13 જાન્યુઆરીનું પંચાંગ
    • 13 જાન્યુઆરીનું રાશિફળ
    • ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ
    • Delhi High Court નો નિર્ણયઃ જય અનમોલ અંબાણીને કારણદર્શક નોટિસ પર રાહત આપવાનો ઇનકાર
    • JNU માં રમખાણોના આરોપીઓ માટે જામીનની માંગ અને આતંકવાદીઓને સમર્થનથી દેશ આઘાતમાં છે,CM રેખા ગુપ્તા
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Tuesday, January 13
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ટેક્નોલોજી»AI આધારિત ઇમેજ શેરિંગ
    ટેક્નોલોજી

    AI આધારિત ઇમેજ શેરિંગ

    Vikram RavalBy Vikram RavalMarch 12, 2025No Comments8 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) શબ્દ કાને પડતાં કે વાંચતાં આપણા મનમાં ચેટજીપીટી કે ગૂગલ જેમિની, મેટા એઆઇ વગેરેનો જ વિચાર આવે. આ બધી સર્વિસ કે ટૂલ્સ મુખ્યત્વે કન્વર્સેશનલ એઆઇ છે, એટલે કે આપણે તેની સાથે – ખરા અર્થમાં – વાતવાતમાં ઘણાં કામ કરાવી શકીએ છીએ. આ પ્રકારની એઆઇ ચોક્કસપણે પાવરફુલ અને ઉપયોગી છે, પરંતુ એઆઇ એટલી સીમિત નથી.

    જેમ કે કોઈ ફોટોગ્રાફ કે વીડિયોમાં શું છે એ જાણવામાં પણ એઆઇ ગજબની પાવરફુલ છે. અત્યારે બહુ ગાજેલી એઆઇ કરતાં, ઘણા વધુ સમય પહેલાંથી આ એઆઇ આપણી મદદ કરી રહી છે. તમે ગૂગલ કે એપલની ફોટોઝ સર્વિસનો ઉપયોગ કરતા હશો આ પ્રકારની એઆઇની રોજેરોજ મજા માણતા હશો!

    એ જ ટેક્નોલોજી હવે જરા જુદા પ્રકારનાં સ્ટાર્ટઅપ્સ માટે પણ બહુ મોટો આધાર બની રહી છે.

    બે ત્રણ દિવસ પછી હોળી-ધૂળેટી છે. તમે તમારી સોસાયટીમાં કે ફ્રેન્ડઝ ગ્રૂપમાં, ખાસ કરીને ધૂળેટીના સેલિબ્રેશનનું પ્લાનિંગ કરી લીધું હશે. કોર્પોરેટ કંપનીઓ અને સ્કૂલ-કોલેજમાં મૂળ તહેવારની રજા પહેલાં ધૂળેટીના સેલિબ્રેશનનું પ્લાનિંગ હશે.

    હવે આપણા સૌના હાથમાં સ્માર્ટફોન છે એટલે ધૂળેટીની ઉજવણી દરમિયાન સ્માર્ટફોન સાચવવાની ચિંતા બાજુએ મૂકીને પણ, આપણે ખરા અર્થમાં રંગભરી યાદગીરીઓ સાચવી લેવા માટે ફટાફટ ફોટોગ્રાફ્સ લેતા રહીએ છીએ. હવે માની લો કે કોઈ કંપનીએ ઇન-હાઉસ સેલિબ્રેશનની યાદગીરી કેપ્ચર કરવા માટે પ્રોફેશનલ ફોટોગ્રાફરને હાયર કર્યા છે. તેણે સેલિબ્રેશનના અનેક ફોટોગ્રાફ ક્લિક કર્યા.

     ફોટોગ્રાફર તેણે લીધેલા આ બધા ફોટોગ્રાફ્સ કંપનીને સબમિટ કરશે. કંપની આ ફોટોગ્રાફ્સ તેના તમામ એમ્પ્લોઇ સાથે શેર કરશે. પરંતુ મેરેજના આલ્બમમાં બને છે, તેમ મોટા ભાગે દરેક એમ્પ્લોઇને તેના પોતાના ફોટોગ્રાફ જોવામાં વધુ રસ હોય (કે પછી અમુક ખાસ વ્યક્તિના, પણ છાનીછૂપી રીતે!).

    જો કંપનીનું એચઆર ડિપાર્ટમેન્ટ દરેકેદરેક એમ્પ્લોઇના ફોટોગ્રાફ અલગ અલગ તારવીને તેમને મોકલી આપે તો વાત જરા વધુ સ્પેશિયલ બને.

    હવે કલ્પનામાં થોડા વધુ રંગ ઉમેરીએ. એંગેજમેન્ટ કે મેરેજ, બર્થ ડે પાર્ટીના સેલિબ્રેશનથી લઇને કોલેજોના પદવીદાન સમારંભ કે નવરાત્રિ સેલિબ્રેશન, મહારક્તદાન શિબિર અથવા મેરેથોન જેવી ઇવેન્ટ વખતે આયોજકો તરફથી બહુ મોટા પ્રમાણમાં ફોટોગ્રાફ લેવામાં આવતા હોય છે. આવે વખતે પણ ફોટોગ્રાફમાં દેખાઈ રહેલી જે તે વ્યક્તિના ફોટોગ્રાફ તારવીને ફક્ત એ જ ફોટોગ્રાફ્સ તેને મોકલવામાં આવે તો અન્ય લોકોની પ્રાઇવસી પણ જળવાય અને જે તે વ્યક્તિને પોતાને સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળી હોવાનો અનુભવ પણ થાય.

    આ વિચાર સરસ છે, પરંતુ તેનો અમલ મુશ્કેલ છે.

    પર્સનલાઇઝ્ડ, પણ મુશ્કેલ ફોટો શેરિંગ

    તમે તમારા પોતાના પરિવારમાં લગ્ન જેવા કોઈ પ્રસંગે ફોટોગ્રાફર તરફથી મળેલા અનેક ફોટોગ્રાફમાંથી દરેક સ્વજન કે સંબંધીને તેમના ફોટોગ્રાફ મોકલવાની મહેનત કરી હશે તો તમને પૂરેપૂરો ખ્યાલ હશે કે આ બહુ કડાકૂટભર્યું કામ છે.

    જો તમે ગૂગલ ફોટોઝ કે એપલ ફોટોઝ જેવી ક્લાઉડ સ્ટોરેજ સર્વિસનો લાભ લેતા હો તો તેમાં ફેસ રેકગ્નિશન ટેકનોલોજીના આધારે વિવિધ ફોટોગ્રાફ્સમાં દેખાતી દરેક વ્યકિતના આપોઆપ અલગ અલગ આલ્બમ ક્રિએટ કરવાની સગવડ હોય છે. આપણે તેની મદદ લઇએ તો કામ થોડું સહેલું બને (કોઈ પ્રસંગમાં હાજર દરેક વ્યક્તિએ લીધેલા ફોટોગ્રાફ્સ એક શેર્ડ આલબમમાં સૌ ઉમેરે એવી સગવડ પણ હોય છે. આપણે ‘ટેક્નોવર્લ્ડ’માં એ વિશે વાત કરી ગયા છીએ).

    પરંતુ વાત જ્યારે કોઈ મોટી કંપની તરફથી યોજાયેલી મોટી ઇવેન્ટની હોય ત્યારે તેમાં વ્યક્તિગત ફોટો શેરિંગ કંપનીની ઇમેજ બિલ્ડ કરવા માટે તથા બ્રાન્ડ બિલ્ડિંગ માટે પણ મહત્ત્વની બની જાય.

    ઇઝી, સ્માર્ટ ફોટો શેરિંગ

    ઘણી કંપનીઓને આ જ વાતમાં સ્ટાર્ટઅપનો આઇડિયા દેખાયો છે. ભારતમાં અને વિશ્વમાં એવાં ઘણાં સ્ટાર્ટઅપ્સ શરૂ થયાં છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી ફોટોગ્રાફમાં ફેસ રેકગ્નિશન ટેકનોલોજી કામે લગાડે છે અને પછી વ્યક્તિગત રીતે જે તે વ્યક્તિ સાથે ફોટોગ્રાફનું શેરિંગ સહેલું બનાવે છે. આવાં સ્ટાર્ટઅપ મોટા ભાગે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર પાસેથી ચાર્જ લે છે. જેમની સાથે વ્યક્તિગત ફોટોગ્રાફ્સ શેર કરવામાં આવે તેમને માટે સર્વિસ ફ્રી હોય છે.

    આપણો પોતાનો પારિવારિક પ્રસંગ હોય, આમંત્રિત મહેમાનો સૌ આપણા નજીકના જ લોકો હોય ત્યારે દરેક વ્યક્તિના ફોટોગ્રાફ જોઈ તપાસીને તેમના અલગ અલગ આલ્બમ બનાવવાનું કામ કંટાળાજનક ન લાગે. પૂરતો સમય હોય તો આ કામ આનંદભર્યું પણ બને. પરંતુ મેગા ઇવેન્ટ યોજનારી કંપનીઓ માટે પર્સનાલાઇઝ્ડ ફોટો શેરિંગ ઇમોશન્સ કરતાં પ્રમોશનલ વેલ્યૂ ધરાવતી બાબત છે. આથી એમને આ કામ બને એટલું ઓછી મહેનતથી, ઝડપથી અને અસરકારક રીતે કરવામાં વધુ રસ હોય.

    ભારતમાં અત્યારે મેમ્ઝો (memzo.ai/), ક્વિકપિક (kwikpic.in) વગેરે જેવી કંપની એઆઇ-બેઝ્ડ ફોટો શેરિંગના ફિલ્ડમાં ઝડપથી આગળ વધી રહી છે.

    ભારતમાં અત્યારે મેમ્ઝો (memzo.ai/), ક્વિકપિક (kwikpic.in) વગેરે જેવી કંપની એઆઇ-બેઝ્ડ ફોટો શેરિંગના ફિલ્ડમાં ઝડપથી આગળ વધી રહી છે

    બધી બાબતોની જેમ એઆઇ અને ફેસ રેકગ્નિશન આધારિત ફોટો શેરિંગના લાભ-ગેરલાભ બંને છે.

    પહેલાં લાભ તપાસીએ તો

    આવી સર્વિસમાં ફોટોગ્રાફ અપલોડ કરવા તથા મુખ્ય ફોલ્ડરની લિંક શેર કરવાથી  વિશેષ કોઈ કસરત કરવાની રહેતી નથી. યોગ્ય રીતે ડિઝાઇન થયેલી અમુક સર્વિસમાં એઆઇની મદદથી અયોગ્ય કે ક્ષોભજનક ફોટોગ્રાફ્સ આપોઆપ તારવીને દૂર કરવામાં આવે છે.

    જે તે સર્વિસના પ્લાન મુજબ ફોટોગ્રાફની ગુણવત્તામાં કોઈ બાંધછોડ વગર એમને ક્લાઉડમાં સ્ટોર કરી શકાય છે.

    ઇવેન્ટમાં સામેલ લોકો બહુ સહેલાઈથી તેમના ફોટોગ્રાફ અલગ તારવી શકે છે.

    અમુક સર્વિસ યૂઝરને પણ જે તે ઇવેન્ટના પોતે લીધેલા ફોટોગ્રાફ અપલોડ કરવાની સગવડ આપે છે. તેમ કેટલીક સર્વિસમાં ફોટોગ્રાફ્સના આલબમની ડિજિટલ ફ્લિપબુક બનાવવાની પણ સગવડ હોય છે. આ પ્રકારની સર્વિસ સ્કૂલ, કોલેજ અને કોર્પોરેટ્સ ઉપરાંત ફોટોગ્રાફર, ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની તથા વેડિંગ ઇવેન્ટ ઓર્ગેનાઇઝરમાં હવે ખાસ્સી લોકપ્રિય થતી જાય છે.

    પહેલી ચિંતા પ્રાઇવસીની હોઈ શકે. પરંતુ આપણે મોટી ઇવેન્ટમાં ભાગ લઇએ અને તેની ફોટોગ્રાફી થતી હોય તો તેમાં પ્રાઇવસી પર કોઈ રીતે અંકુશ રહેતો નથી.

    ઇવેન્ટના તમામ ફોટોગ્રાફ ક્લાઉડમાં સ્ટોર થાય છે. જે તે સર્વિસ તેની સિક્યોરિટી જાળવી ન શકે તો આપણા ફોટોઝ ડાર્કવેબ સુધી પહોંચી શકે. જો ઇવેન્ટ ઓર્ગેનાઇઝર ઇચ્છે તો ઇવેન્ટના ફોટોગ્રાફ વેચી શકે આથી આપણે પોતાના જ ફોટોગ્રાફ્સ મેળવવા માટે કિમત ચૂકવવી પડે!

    આવી સર્વિસ તેને મળેલા અઢળક ફોટોગ્રાફ્સમાંથી ૯૦-૯૫ ટકા જેવી ચોક્સાઇથી, સેલ્ફી પરથી

    જે તે વ્યક્તિના તમામ ફોટોગ્રાફ તારવી આપે છે,  જોકે ધૂળેટીના ફોટોગ્રાફ્સમાં તે ગોટે ચઢે એવી પૂરી શક્યતા!

    મોટા પાયા પરનાં વેડિંગ, ,સ્કૂલ-કોલેજનાં ફંકશન કે કોર્પોરેટ ઇવેન્ટના આયોજક આવી સર્વિસમાં પોતાનું એકાઉન્ટ ઓપન કરે છે. જે તે સર્વિસના પ્લાન મુજબ તેઓ નિશ્ચિત ઇવેન્ટનું ફોલ્ડર બનાવે છે.

    ઇવેન્ટ પૂરી થયા પછી તેના તમામ ફોટોગ્રાફ આ ફોલ્ડરમાં અપલોડ કરવામાં આવે છે, ફોટોઝ ક્લાઉડમાં રહે છે. ઇવેન્ટમાં ભાગ લેનાર સૌને તેની એક ખાસ લિંક મોકલવામાં આવે છે ફોટોગ્રાફ સચવાઈ રહે છે.

    જે વ્યક્તિને માત્ર પોતાના ફોટોગ્રાફ મેળવવામાં રસ હોય તે પોતાની સેલ્ફી લઇને જે તે સર્વિસમાં અપલોડ કરે છે. ફેસ રેકગ્નિશન કામે લાગે છે. ગેસ્ટની સેલ્ફી સાથે મેચ થતા બધા ફોટોઝ તારવી આપવામાં આવે છે.

    ગેસ્ટ ઇચ્છે તો આ ફોટોગ્રાફ ડાઉનલોડ કરી અન્યો સાથે શેર કરી શકે છે. અમુક સર્વિસમાં ઇવેન્ટના તમામ ફોટો જોવાનો ઓપ્શન હોય, અથવા અન્યોની પ્રાઇવસી જાળવવા માત્ર પોતાના ફોટો જોવાની પરમિશન હોય.

    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    રાષ્ટ્રીય

    ફેસબુક-ઇન્સ્ટામાં દરેક હરકત પર AIની નજરઃ યુઝર્સ માટે ખતરાની ઘંટડી

    January 6, 2026
    આંતરરાષ્ટ્રીય

    Electronic Nose : ઘરની હવાને સૂંઘીને 30 મિનિટમાં દિવાલોમાં છુપાયેલા ફૂગને ઓળખી કાઢશે

    December 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    અવકાશયાત્રી માટે બનાવાયું ખાસ Space Gym Machine

    December 30, 2025
    આંતરરાષ્ટ્રીય

    ચીને બનાવી World’s Fastest Electric Train : 700 કિ.મી.ની સ્પીડ માત્ર બે સેક્નડમાં

    December 30, 2025
    રાષ્ટ્રીય

    Digital World નું કડવું સત્ય : સાવધાન! સ્માર્ટ AI પી રહ્યું છે અબજો લિટર પાણી

    December 24, 2025
    રાષ્ટ્રીય

    સૌથી વજનદાર ઉપગ્રહને પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં લોન્ચ કરતું `ISRO’

    December 24, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026

    13 જાન્યુઆરીનું પંચાંગ

    January 12, 2026

    13 જાન્યુઆરીનું રાશિફળ

    January 12, 2026

    ISRO’s PSLV C62 EOS N-1 mission માં ત્રીજા પ્રક્ષેપણના અંતિમ તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ

    January 12, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    બોધકથા..સંગનો પ્રભાવ

    January 12, 2026

    13 અને 14 જાન્યુઆરી, “લોહડી”

    January 12, 2026

    નક્સલવાદ મુક્ત ભારત @ 2026 પછી, ડ્રગ-મુક્ત ભારત @ 2029

    January 12, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.