Mumbai, તા.28
ફિલ્મ હેરાફેરીની સિક્વલ હેરાફેરી-3 છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા મા છે. રોજ નવો વિવાદ સામે આવી રહ્યો છે. આ ફિલ્મને કારણે બોલીવૂડના મિસ્ટર ખિલાડી અક્ષય કુમાર અને દિગ્ગજ કલાકાર પરેશ રાવલ વચ્ચે તકરાર વધુ રહી છે અને એની સાથે સાથે જ મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે.
હાલમાં અક્ષય કુમારની ફિલ્મ હાઉસફૂલ-5નું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. જ્યાં અભિનેતાએ આ અંગે મૌન તોડ્યું. જોકે, અક્ષયે સ્પષ્ટ તો કંઈ કહ્યું નથી પણ એટલી હિન્ટ ચોક્કસ આપી છે કે મામલો ખૂબ જ ગંભીર બની ચૂક્યો છે.
અક્ષય કુમારે આ સમયે પોતાની વાતોથી સ્પષ્ટ કર્યું હતું કે, પરેશ રાવલ સાથે થયેલી અણબનાવનું સમાધાન કોર્ટ પાસેથી મળી શકે એમ છે. હવે આ વાતો પરથી ખ્યાલ તો આવી જ ગયો હશે ને કે આ મામલે વાતચીતનો કોઈ સ્કોપ જ નથી.
જોકે, આ સમયે તેના ચહેરા પર દુ:ખ દેખાઈ રહ્યું હતું. અક્ષયે પોતાના આ ગેસ્ચર પરથી સ્પષ્ટ કરી દીધું છે કે ગમે એટલા મતભેદ છતાં પણ પરેશ રાવલની વિરુદ્ધમાં કોઈ પણ ખોટી વાત સાંભળવાનું પસંદ નહીં કરે.