Washington, તા.23
ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ અને તેમની મંગેતર લોરેન સાંચેઝનો 28 ડિસેમ્બરે યોજાનાર લગ્ન સમારોહ ખૂબ જ ભવ્ય હશે. મળતી માહિતી મુજબ અમેરિકાના કોલોરાડોના એસ્પેનમાં યોજાનાર આ લગ્નમાં લગભગ 600 મિલિયન ડોલર (લગભગ 5000 કરોડ રૂપિયા)નો ખર્ચ થશે. લગ્નની થીમ ‘વિન્ટર વન્ડરલેન્ડ’ રાખવામાં આવી છે.
એસ્પેન ઇવેન્ટ પ્લાનર સારાહ રોઝ એટમેન જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્નની ઝલક આખી દુનિયાને જોવા મળશે. કપલે મે 2023માં સગાઈ કરી હતી. લગ્ન સમારોહ પોશ સુશી રેસ્ટોરન્ટ માત્સુહિસામાં યોજાશે. કહેવામાં આવી રહ્યું છે કે, કપલે તેને ખરીદ્યું છે.
દુનિયાભરમાંથી મનપસંદ વસ્તુઓ પસંદ કરશે
એક રિપોર્ટ અનુસાર,એટમેન એ કહ્યું કે, તેઓ (બેઝોસ અને લોરેન) વિશ્વભરમાંથી તેમની મનપસંદ વસ્તુઓ પસંદ કરશે અને તેને એસ્પેન મા લઈ જશે. પછી તે પેરિસની કેક હોય કે ન્યૂયોર્કની હેરસ્ટાઈલિસ્ટ અથવા લોસ એન્જલસનો સ્ટ્રીંગ બેન્ડ.
તેમણે કહ્યું કે, ઊંચાઈ હોવાના કારણે એસ્પેન સુધી પહોંચવું થોડું મુશ્કેલ છે. ઊંચાઈ યોજાનાર આયોજન માટે સ્કીઇંગ અથવા હાઇકિંગ જેવી પ્રવૃત્તિઓ પણ ઇવેન્ટમાં સામેલ કરી શકાય છે. ઘણા મોટા સ્ટાર્સ પણ લગ્નમાં હાજરી આપે તેવી શક્યતા છે.
ઇટાલીમાં સગાઈ કરી
60 વર્ષીય બેઝોસ અને 54 વર્ષીય સાંચેઝ ઇટાલીના પોઝિતાનો મા તેમની સગાઈની ઉજવણી કરી હતી. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ, હોલીવુડ અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયો અને જોર્ડનની રાણી રાનિયા જેવી હસ્તીઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
બેઝોસ અને સાંચેઝે તેમના લગ્ન વિશે મૌન જાળવી રાખ્યું છે. તેઓએ હજુ સુધી તેમના લગ્નની તારીખ જાહેરમાં કન્ફર્મ કરી નથી.

