Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ધાર્મિક»Ramayana માં વર્ણવેલ અંગદ-રાવણ સંવાદ (ચૌદ પ્રકારના મૃત્યુ)
    ધાર્મિક

    Ramayana માં વર્ણવેલ અંગદ-રાવણ સંવાદ (ચૌદ પ્રકારના મૃત્યુ)

    Vikram RavalBy Vikram RavalJune 21, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    લંકાના રણમેદાનમાં યુદ્ધ થતાં પહેલાં છેલ્લી વખત રાવણને સમજાવવા ભગવાન શ્રીરામ વાલીપૂત્ર અંગદને રાવણની સભામાં મોકલે છે ત્યારે અંગદ રાવણને ઉપદેશ આપતાં કહે છે કે મનુષ્યમાં ચૌદ દુર્ગુણો એવા છે જેના હોવાથી તેને મૃતક માનવામાં આવે છે.આ ચૌદ દુર્ગુણો તારામાં છે તેથી તૂં તો મરેલો છે તને મરેલાને મારવામાં કંઇપણ પુરૂષત્વ નથી. ત્યારે રાવણ કહે છે કે હું તો જીવીત છું મરેલો કેવી રીતે? ત્યારે અંગદ કહે છે કે ફક્ત શ્વાસ લેતો હોય તેને જીવીત કહેવાતો નથી.શ્વાસ તો લુહારની ધમણ પણ લે છે. 

    અંગદે ચૌદ પ્રકારના મૃત્યુ રાવણને સમજાવ્યા હતા તે આજના સમયમાં પણ એટલા જ લાગૂ પડે છે.કોઇ વ્યક્તિમાં આ ચૌદ દુર્ગુણોમાંથી એકપણ જોવા મળે તો તેને મૃતક જ સમજવો જોઇએ.આપણે પણ વિચાર કરવાનો છે કે અમારા જીવનમાં આ દુર્ગણો તો નથી તેનું આત્મનિરીક્ષણ કરવાનું છે. 

    કૌલ કામબસ કૃપિન બિમૂઢા,

    અતિ દરિદ્દ અજસી અતિ બૂઢા,

    સદા રોગબસ સતત ક્રોધી,

    વિષ્‍ણુ બિમુખ શ્રુતિ સંત બિરોધી,

    તનુ પોષક નિંદક અધ ખાની,

    જીવત શબ સમ ચૌદહ પ્રાની. 

    વામમાર્ગી,કામી,કંજૂસ,અત્યંત મૂઢ,અતિ દરિદ્દ,અ૫કીર્તિવાળો,અત્યંત વૃદ્ધ,સદા રોગી,હંમેશાંનો ક્રોધી, ભગવાનથી વિમુખ,શ્રુતિઓ તથા સંતોનો વિરોધી,પોતાના શરીરનું જ પોષણ કરનારો,પારકી નિંદા કરનારો અને પાપી…આ ચૌદ પ્રાણી જીવતા હોવા છતાં ૫ણ શબ સમાન છે. 

    (૧) કામવશ-જે વ્યક્તિ અત્યંત ભોગી હોય,કામવાસનામાં લિપ્ત રહેતો હોય, જે સંસારના ભોગોમાં જ ફસાયેલો રહે છે,વાસનામાં લીન રહે છે,જેના મનની ઇચ્છાઓ ક્યારેય પુરી થતી નથી અને જે ફક્ત પોતાની ઇચ્છાઓના આધિન થઇને જીવે છે તે મૃતક સમાન છે. 

    (ર) વામમાર્ગી-જે વ્યક્તિ સમગ્ર દુનિયાથી વિપરીત ચાલે છે,જે સંસારની તમામ વાતોની પાછળ નકારાત્મકતા જ શોધે છે,નિયમો,પરંપરાઓ અને લોકવ્યવહારથી ઉલ્ટા ચાલે છે તેને વામમાર્ગી કહે છે તે મૃતક સમાન છે. 

    (૩) કંજૂસ-જે વ્યક્તિ આર્થિક રીતે સંપન્ન હોવા છતાં ધર્મકાર્યમાં,દાન આપતાં અચકાય છે તે મૃતક સમાન છે. 

    (૪) અતિ દરીદ્ર-ગરીબી સૌથી મોટો અભિશાપ છે. જે વ્યક્તિ પાસે ધન,આત્મ-વિશ્વાસ,સન્માન અને સાહસ ન હોય તે મૃતક સમાન છે આવા ગરીબ વ્યક્તિનું ક્યારેય અપમાન ન કરવું પરંતુ તેને મદદ કરવી જોઇએ. 

    (૫) વિમૂઢ-અત્યંત મૂઢ એટલે કે મૂર્ખ વ્યક્તિ મરેલો જ સમજવો. જેની પાસે વિવેક બુદ્ધિ નથી અને દરેક કામમાં બીજાનો નિર્ણય લે છે તેને મૃતક સમજવો.મૂઢ વ્યક્તિ અધ્યાત્મને સમજી શકતો નથી. 

    (૬) અજસિ-એટલે જેને સંસારમાં બદનામી મળી છે, જે ઘર પરીવાર, કુટુંબ, સમાજ, નગર કે રાષ્ટના કોઇપણ કાર્યમાં સન્માન પ્રાપ્ત કરતો નથી તે મૃતક સમાન છે. 

    (૭) સદા રોગવશ-જે વ્યક્તિ નિરંતર બિમાર રહે છે તે મરેલો છે.શરીર રોગગ્રસ્ત હોય તો મન વિચલિત રહે છે, નકારાત્મકતા આવે છે તેથી તે જીવનના આનંદથી વંચિત રહે છે. 

    (૮) અતિ વૃદ્ધ-અત્યંત વૃદ્ધ વ્યક્તિ બીજા ઉપર આધારીત રહે છે તેનું શરીર અને બુદ્ધિ અસક્ષમ બની જાય છે એટલે ઘણીવાર તો તેના પરીવારજનો તેમના મૃત્યુની કામના કરે છે કે જેનાથી તેમને કષ્ટોથી મુક્તિ મળે એટલે અતિવૃદ્ધને મૃતક સમાન માનવો. 

    (૯) સતત ક્રોધી-ચોવીસ કલાક ક્રોધમાં રહેનાર, નાની નાની વાતોમાં ક્રોધ કરનાર મૃતક સમાન છે. ક્રોધના કારણે મન-બુદ્ધિ ઉપર તેનું નિયંત્રણ રહેતું નથી.પૂર્વજન્મના સંસ્કારના કારણે જીવ ક્રોધી બને છે. 

    (૧૦) અધ ખાની-જે વ્યક્તિ પાપકર્મોથી ધન ભેગું કરીને પોતાનું તથા પરીવારનું ભરણપોષણ કરે છે તે મૃતક સમાન છે, તેની સાથે રહેનાર પણ તેના જેવા બની જાય છે. હંમેશાં મહેનત અને ઇમાનદારીથી કમાણી કરવી,પાપની કમાણી પાપકર્મોમાં જ જાય છે. 

    (૧૧) તનું પોષક-પોતાના શરીરનું જ પોષણ કરનાર, પોતાના સ્વાર્થ માટે જ જે જીવે છે, સંસારના અન્ય જીવો પ્રત્યે જેને સંવેદના નથી તે મૃતક સમાન છે.શરીરને પોતાનું માનીને તેમાં મશગૂલ રહેવું એ મૂર્ખતા છે કારણ કે શરીર વિનાશી અને નષ્ટ થનાર છે. 

    (૧૨) નિંદક-જેને બીજાઓમાં ફક્ત ખામીઓ જ દેખાય, જે અન્ય વ્યક્તિના સારા કામની પણ આલોચના કરે છે તે મૃતક સમાન છે. 

    (૧૩) પરમાત્માથી વિમુખ-જે પરમાત્માનો વિરોધી છે, પરમતત્વમાં જેની આસ્થા નથી, જે એમ વિચારે છે કે પરમાત્મા તત્વ જેવું કંઇ છે જ નહી, અમે કરીએ તેમ જ થાય છે, સંસાર અમે જ ચલાવીએ છીએ આવો વ્યક્તિ મૃતક સમાન છે. 

    (૧૪) શ્રુતિ સંત વિરોધી-જે ધર્મશાસ્ત્રો અને સંતનો વિરોધી છે તે મૃતક સમાન છે.શ્રુતિ અને સંતો બ્રેકનું કામ કરે છે.અમારા જીવનને આડે માર્ગે જતાં રોકવાનું કામ કરે છે.

    વિનોદભાઇ માછી નિરંકારી

    ૯૭૨૬૧૬૬૦૭૫(મો)

     

    Vinodbhai Machhi Nirankari
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    લેખ

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    લેખ

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026
    લેખ

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026
    લેખ

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    લેખ

    World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬

    January 21, 2026
    લેખ

    આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.