Jamnagar તા ૨23
જામનગર શહેરમાં એનિમલ લવર્સ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં વિશેષ મુહિમ ચલાવવામાં આવી રહી છે, અને તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટ્રીટ ડોગ્સ માટે વિશેષ ચુકાદો આપવામાં આવ્યો છે, ત્યારે શહેરની કેટલીક પશુ પ્રેમી સંસ્થાના એનિમલ લવર્સ સભ્યો દ્વારા પોતાના હાથમાં બેનર પોસ્ટર દેખાડીને સ્ટ્રીટ ડોગ એ ‘આવારા નહીં પરંતુ હમારા હૈ, નો નારો લગાવ્યો હતો.
શેરી ગલીના શ્વાન કે જેના માટે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન નું પાલન થાય તે રીતે તેનું વેકશીનેશન તથા સ્ટરીલાઈજેશન કરવામાં આવે, ઉપરાંત તેઓને જે તે સ્થળે પરત મૂકી દેવામાં આવે, અને જે શ્વાન દ્વારા કરડવાના બનાવો બન્યા હોય, તેવા શ્વાનને એકત્ર કરીને સેલ્ટર હોમમાં મૂકવામાં આવે, તેવી લાગણી એનિમલ લવર્સ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી.
મૂંગા પશુઓ કે જેવો બોલી શકતા નથી, અને તેની જીભ આપણે બનિએ, અને તેઓ પ્રત્યે આચરવામાં આવતી ક્રૂરતાને અટકાવવામાં આવે, તેવી પણ માંગણી કરવામાં આવી હતી.

