અનીતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. ઘણા લોકોએ તેમની દોસ્તીના વખાણ પણ કર્યા હતા
Mumbai, તા.૨
જેન ઝી આઇકોન બની ગયેલાં અનીત પડ્ડા અને અહાન પાંડેની કેમેસ્ટ્રી જેટલી મોહિત સુરીની ‘સૈયારા’માં વખણાઈ એટલો જ તેમનો બોન્ડ પણ વખણાય છે. તાજેતરમાં એક ઇવેન્ટમાં આ બંને એક્ટર્સને જીનઝી આઈકોન તરીકેના એવોર્ડ આપવામાં આવ્યા. તે વખતે પોતાની સ્પીચમાં અનીતે મુશ્કેલ સમયમાં તેને મદદ કરવા માટે અહાન પાંડેનો આભાર માન્યો હતો. અનીતે કહ્યું, “મારા કૉસ્ટાર અને મારા બેસ્ટ ફ્રેન્ડ અહાન પાંડેને થેંક યુ. તમને સમજાશે પણ નહીં, સેટ પર ઘણી વખત મારા માટે કામ કરવું બહુ જ મુશ્કેલ બની જતું હતું, ત્યારે તેણે હંમેશા મને મદદ કરી છે. એટલે થેંક યુ સો મચ. દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ સાથે એક મંચ પર હોવું એ સૌથી શ્રેષ્ઠ અનુભવ છે.” તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો હતો. ઘણા લોકોએ તેમની દોસ્તીના વખાણ પણ કર્યા હતા. તેમની ફિલ્મ સફળ થઈ ત્યારે તેઓ વાસ્તવિક જીવનમાં પણ ડેટ કરતા હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. ત્યારે થોડા સમય પહેલાં અહાન પાંડેએ પણ કહ્યું હતું કે અનીત તેની બેસ્ટ ફ્રેન્ડ છે, તેના જેવો બોન્ડ તેને ક્યારેય કોઈ સાથે નહીં હોય, ભલે એ તેની ગર્લળેન્ડ ન હોય. તેણે કહ્યું હતું કે તેમનો સંબંધ સહજતા અને સુરક્ષાનો છે. તેઓ બંને પોલો કોહેલોના એક સુવાક્યના આધારે એકબીજા સાથે સૈયારા પહેલાંથી સારો સંબંધ ધરાવતા હતા. અહાને કહ્યું હતું,“સપનું સાચું થવાની શક્યતા જીવનને રસપ્રદ બનાવે છે, અમે એ સપનું સાથે જોયું હતું અને સાથે એ સપનું સાચું થયું હતું. અમારો બંનેનો સંબંધ એથી ઘણો ખાસ છે.”

