Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • 22 જાન્યુઆરીનું પંચાંગ
    • 22 જાન્યુઆરીનું રાશિફળ
    • 22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”
    • વિર દાદા જશરાજ શૌર્ય ગીત
    • ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?
    • તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ
    • World Economic Forum, ૧૯-૨૩ જાન્યુઆરી, દાવોસ ૨૦૨૬
    • આંતરરાષ્ટ્રીય કાયદા, બહુપક્ષીય સંવાદ અને પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપીને વૈશ્વિક સહયોગનું નવું મોડેલ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Wednesday, January 21
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»અન્ય રાજ્યો»Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન
    અન્ય રાજ્યો

    Mumbai-Ahmedabadની સ્વાતિ રેસ્ટોરન્ટના માલિક આશા ઝવેરીનું 79 વર્ષની વયે નિધન

    Vikram RavalBy Vikram RavalJune 18, 2025No Comments3 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Mumbai,તા.18

    સ્વાદ રસિકો માટે એક દુઃખદ સમાચાર છે. મુંબઈ તેમજ અમદાવાદ શહેરની ઓળખ સમા સ્વાતિ સ્નેક્સના સ્થાપક આશાબેન ઝવેરીનું 14 જૂનના રોજ લાંબી માંદગી બાદ 79 વર્ષની વયે નિધન થયું. રવિવારે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લાંબી માંદગી બાદ નિધન થયું હતું અને તે જ દિવસે સાંજે વર્લી ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

    મુંબઈમાં તાડદેવમાં 1963માં સ્વાતિ સ્નેક્સની શરૂઆત આશાબેન ઝવેરીના માતા દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ લગભગ 50 વર્ષ બાદ નરીમન પોઈન્ટમાં તેની બ્રાન્ચ ખોલવામાં આવી હતી. આ રેસ્ટોરન્ટનું ઓપન કિચન, જ્યાંથી રસોઈ બનતી જોઈ શકાય છે અને ઘર જેવું જ ભોજન તેની ઓળખ બની ગઈ. આ જ માહોલ અમદાવાદની લો ગાર્ડન અને આંબલી રોડ બ્રાન્ચમાં પણ જોવા મળે છે.

    આશાબેન ઝવેરીનો જન્મ અને ઉછેર મુંબઈના એક ગુજરાતી વેપારી પરિવારમાં થયો હતો. તેમના માતા એક કુશળ ગૃહિણી હતા અને તેમને પરંપરાગત વાનગીઓ બનાવવાનું પસંદ હતું. આથી તેમણે પોતાના રસોડાથી સ્વાદિષ્ટ નાસ્તા બનાવીને સ્વાતિ સ્નેક્સની સ્થાપના કરી. ધીમે ધીમે આ પ્રયાસ એક રેસ્ટોરન્ટમાં ફેરવાઈ ગયો પરંતુ 1989 માં આશાબેનના માતાનું અવસાન થયું અને ઘરની સૌથી મોટી દીકરી હોવાને કારણે, આશાબેને સ્વાતિ સ્નેક્સની જવાબદારી પોતાના ખભા પર લીધી. તેમના નોંધપાત્ર પ્રયાસોથી સ્વાતિ સ્નેક્સ મુંબઈની ઓળખ બની ગયું.

    વર્ષ 1979માં આશાબેન ઝવેરીએ માતાના અવસાન પછી કોઈ વ્યાવસાયિક તાલીમ વગર જ, માત્ર દ્રઢ નિશ્ચય અને સહજ વૃત્તિથી ફેમિલી બિઝનેસમાં પ્રવેશ કર્યો. જેમાં તેમણે મુંબઈના એક સામાન્ય ચાટ સ્ટોલને મુંબઈના લોકોની પ્રિય જગ્યા બનાવી દીધી. આ માટે આશાબેને સ્ટોલની કામગીરીને સુવ્યવસ્થિત કરીને મેનુને નવજીવન આપ્યું. આ બધા ફેરફાર કરતી વખતે તેમણે સ્વાતિ સ્નેક્સની ઓળખ અને તેના સ્વાદને પણ જાળવી રાખ્યો. આશાબેને વ્યક્તિગત રીતે દરેક ડિશનું પરીક્ષણ કર્યું, તેમના કિચનને આધુનિક બનાવ્યું અને ખાતરી કરી કે આ પરિવર્તન બાદ પણ દરેક ડિશ તેના મૂળ સાથે જોડાયેલી રહે.

    આશાબેન ઝવેરીને જે બાબત અલગ પાડતી હતી તે એ હતી કે સ્વાતિ સ્નેક્સનું કોઈ આકર્ષક મેનુ નહોતું. 70ના દાયકાના અંતમાં જયારે તેમણે માતાનો બિઝનેસ સંભાળ્યો ત્યારે તેમને બધું જ બદલવાનો પ્રયત્ન ન કરતા જે હતું તેમાં જ સામાન્ય ફેરફારો કર્યા. જેથી સ્વાતિ સ્નેક્સને વિશેષ બનાવતી અનુભૂતિ જળવાઈ રહે.

    જો તમે અહીં પાનકી, ક્રિસ્પી ખીચુ કે સંપૂર્ણ મસાલાવાળી દહીં-બટાકા પુરી ખાધી હશે, તો સ્વાતિ સ્નેક્સ માટે સ્વાદ શું છે એ તમને ખબર હશે. અહીં દરેક વાનગી એકદમ યોગ્ય પ્રમાણમાં છે, પરંપરાગત છે અને કંઈક નવીન પણ છે. આ બાબતો સ્વાતિ સ્નેક્સને વિશેષ બનાવે છે. આ ઉપરાંત તેમણે આ જગ્યા પર એક એવું વાતાવરણ ઊભું કર્યું કે ગ્રાહકોને ઘર જેવું જ ભોજન મળી રહે અને એક હૂંફ મળે. જેના માટે ક્યારેય કોઈ બાબતે સમાધાન કરવામાં આવ્યું નથી. આ કારણસર આ રેસ્ટોરન્ટ મુંબઈના સામાન્ય લોકો માટે જ નહીં પરંતુ સેલિબ્રિટીઝમાં પણ લોકપ્રિય બની ગઈ.

    આશાબેનને લાઇમલાઇટમાં રહેવું પસંદ ન હતું આથી તેઓ ભાગ્યે જ ઇન્ટરવ્યૂ આપતા. પરંતુ જે રીતે તેમણે મુંબઈના ફૂડ કલ્ચરમાં પોતાની વિશેષ ઓળખ બનાવી કે જે બહુ ઓછા લોકો કરી શક્યા છે.

    Asha Zaveri Mumbai-Ahmedabad Swati Restaurant
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    વ્યાપાર

    નિફટી ફ્યુચર ૨૫૦૦૮ પોઈન્ટ અતિ મહત્વની સપાટી…!!!

    January 21, 2026
    વ્યાપાર

    Adani Groupની તરલતા અને નાણાકીય શિસ્તમાં મજબૂત વિશ્વાસ

    January 21, 2026
    વ્યાપાર

    બોન્ડટાઇટ ભારતીય એડહેસિવ બજારને ફરીથી વ્યાખ્યાયિત કરવા માટે રણબીર કપૂર સાથે ભાગીદારી કરે છે

    January 21, 2026
    વ્યાપાર

    વુડ મેકેન્ઝીના વૈશ્વિક ટોપ-10 રેન્કિંગમાં અદાણી સોલાર એકમાત્ર ભારતીય કંપની બની

    January 21, 2026
    વ્યાપાર

    MCX ડેઈલી માર્કેટ રિપોર્ટ

    January 21, 2026
    રાષ્ટ્રીય

    કોપરે પણ આપ્યું બંપર રિટર્ન !! એલ્યુમીનીયમ – ઝીંક સહિત તમામ મેટલ `લાલચોળ’

    January 21, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026

    વિર દાદા જશરાજ શૌર્ય ગીત

    January 21, 2026

    ભારતના રસ્તાઓ, વહીવટી બેદરકારી અને જવાબદારીનું સંકટ: વિકસિત ભારત સામે 2047 એક ગંભીર પડકાર?

    January 21, 2026

    તંત્રી લેખ…પોલીસ આધુનિકીકરણને ઝડપી બનાવવું જોઈએ

    January 21, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    22 જાન્યુઆરીનું પંચાંગ

    January 21, 2026

    22 જાન્યુઆરીનું રાશિફળ

    January 21, 2026

    22 જાન્યુઆરી, “વીરદાદા જશરાજ શોયઁ દિન”

    January 21, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.