Author: Vikram Raval

ભગવાન મહાવીરનો સાધનાકાળ એ જગતમાં એક અનેરો સાધનાકાળ ગણાય છે. બાર વર્ષ અને તેર પક્ષની આ લાંબી અવધિ દરમિયાન ભગવાન સામે અનેક ઉપસર્ગો આવ્યાં, પરંતુ તેઓ આ ઉપસર્ગો સામે સર્વદા શાંત રહ્યા. એમણે કોઈ પણ વખત કોઇનાય પ્રત્યે દ્વેષ કે રોષ કર્યો નથી. એથીયે વિશેષ પોતાને આવા ઉપસર્ગો આપનાર વિરોધીઓ પ્રત્યે પણ એમના હૃદયમાં સ્નેહનો સાગર ઉભરાતો હતો. ક્યાંક પદે પદે આ સાધનાકાળમાં ઉપસર્ગો આવ્યાં. વરસતા વરસાદમાં, કારમી ઠંડીમાં, બાળી નાખનારા તડકામાં કે પછી ભયાનક આંધી અને તોફાનમાં પણ યોગી મહાવીરનો સાધના દીપક સતત ઝગમગતો રહ્યો. દેવ, દાનવ, માનવ અને પશુઓ સહુ કોઈ દ્વારા ભીષણ કષ્ટ આપવા છતાં એમણે મનથી…

Read More

અષાઢ મહિનાની સુદ પૂર્ણિમા જેને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. આ પૂર્ણિમાને દિવસે ભગવાન વેદવ્યાસજીનું પ્રાગટય થયું. જેમણે વેદોને વ્યવ સ્થત કર્યા. ચાર વેદ ચાર શિષ્યોને ભણાવ્યા. અથર્વવેદ અંગિરા ઋષિને ભણાવ્યો, ઋગ્વેદ એ પૈલ ઋષિને ભણાવ્યો, સામવેદ એ જૈમિની ઋષિને ભણાવ્યો અને યજુર્વેદ એ વૈષમ પાયન ઋષિને ભણાવ્યો. આપણા ૧૮ પુરાણો અને મહાભારત તેની રચના પણ ભગવાન વેદવ્યાસજીએ જ કરી. માટે વિદ્વાનો એવું માને છે કે, વ્યાસોચ્છીષ્ટમ જગત સર્વમ. જે કંઈ બોલાય છે એ વ્યાસજીનું જ ઉચ્છીષ્ટ છે. જ્યારે કથા કરવા માટે પણ કોઈ વક્તા પીઠ ઉપર બેસે છે ત્યારે તે પીઠનું નામ પણ વ્યાસપીઠ જ રહ્યું છે. યુગો બદલાયા, સદીઓ…

Read More

એક સંત. અત્યંત પ્રભુભક્ત. પ્રભુ પ્રત્યેની તેમની શ્રદ્ધા જોરદાર. ગમે તેવી ઘટનામાં પણ તેમની શ્રદ્ધામાં હાનિ ના થાય. એકવાર તેઓ અનેક યાત્રિકો સાથે જહાજમાં પ્રવાસ કરી રહ્યા હતા. અચાનક જહાજ હાલક-ડોલક થવા લાગ્યું. સમુદ્રમાં મોજા જોર-જોરથી ઉછળવા લાગ્યા. મોજાનું પાણી ઉછળી-ઉછળીને જહાજમાં ભરાવા લાગ્યું. જહાજ ક્યારે ડુબી જશે તે કંઈ જ કહી શકાય તેવું ન હતું. જહાજમાં બેસેલા સૌ યાત્રિકો ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન ! તું અમને બચાવી લે. અરે, જહાજમાં કેટલાક નાસ્તિકો પણ બેઠા હતા. તે પણ ભગવાનને પ્રાર્થના કરવા લાગ્યા ! મૃત્યુ સામે દેખાય ત્યારે તો સૌ ભગવાનને માનવા જ લાગે ને ! સંત એ…

Read More

મનુષ્યના કર્મો જ છે. પોતે કરેલાં કર્મોના આધારે જ તેની સદગતિ કે દુર્ગતિ થાય છે. સારાં કર્મો કરવાથી માણસ પુણ્યનો સંચય કરે છે જ્યારે ખરાબ કર્મોથી તે પાપનાં પોટલાં બાંધે છે. જીવનમાં પુણ્યકર્મોના ઉદયથી માણસ સફળતા, યશ વગેરે પ્રાપ્ત કરે છે જ્યારે પાપકર્મોનો ઉદય થવાથી તેને અપયશ, નિષ્ફળતા, રોગ તથા પીડા ભોગવવા પડે છે. આ સંસારમાં કરેલાં સારાં કે ખરાબ કર્મોનું ફળ તરત જ મળી જાય એવું બનતું નથી. માણસ કર્મ તો કરે છે, પરંતુ તેનું ફળ ક્યારે મળશે તે સમય નક્કી કરે છે. તેથી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે – તારો અધિકાર કર્મ કરવામાં જ છે, તેના…

Read More

પેરિસમાં તારીખ 26મી જુલાઈથી શરૂ થઈ રહેલા ઓલિમ્પિક રમતોત્સવમાં ભારતના કુલ મળીને 117ખેલાડીઓ જુદી- જુદી 16 રમતોની વિવિધ સ્પર્ધામાં ભાગ લેશે. ભારતીય ઓલિમ્પિક સંઘે પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારા 110 ખેલાડીઓ અને સાત રિઝર્વ ખેલાડીઓ એમ કુલ મળીને 117 ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ભારતીય દળમાં કુલ 257 સભ્યો ભારતે એથ્લેટિક્સ, હોકી અને ટેબલ ટેનિસમાં રિઝર્વ ખેલાડીઓને પણ પેરિસ મોકલવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભારતની ઓલિમ્પિકની સત્તાવાર ટીમમાં 140 કોચીસ, સપોર્ટ સ્ટાફ અને ઓફિશિઅલ્સનો પણ સમાવેશ થશે. આમ, પેરિસ ઓલિમ્પિકમાં જનારા ભારતીય દળમાં કુલ 257 સભ્યો હશે. આભા ખાતુનનુ નામ ગાયબ ભારત મહિલા ગોળા ફેક ખેલાડી આભા ખાતુને વર્લ્ડ…

Read More

New Delhi, તા.18 ગુરુવારે જમ્મુ કાશ્મીરના કુપવાડાના કેરન સેક્ટરમાં સરહદી વિસ્તારમાં LOC પાસે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભારે ગોળીબાર થયો હતો. આર્મીના 6 રાષ્ટ્રીય રાઈફલ્સ અને પોલીસના SOG જવાનોએ આ ઓપરેશનનો ચાર્જ સંભાળ્યો હતો. અહીં જવાનોએ બે આતંકીઓને ઠાર કર્યા છે. હવામાન સુરક્ષા દળો માટે પડકારજનક  ગુરુવારે જમ્મુ-કાશ્મીરમાં હવામાન બગડ્યું હતું. અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે તેમજ વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે ડુંગરાળ વિસ્તારો ધુમ્મસથી ઘેરાયેલા છે. આ હવામાન પણ સુરક્ષા દળો માટે એક પડકાર છે. ચાર દિવસમાં ડોડામાં આ ત્રીજું એન્કાઉન્ટર ડોડામાં પણ સોમવારથી આતંકીઓને શોધીને તેનું એન્કાઉન્ટર કરવાનું ઓપરેશન ચાલી રહ્યું છે. પ્રતિકૂળ હવામાન વચ્ચે સમયાંતરે ગોળીબાર…

Read More

Pakistan, તા.18 દેવામાં ડૂબેલા પાકિસ્તાનની સ્થિતિ કંગાળ થઈ ગઈ છે. લોકોને પોતાની પ્રાથમિક જીવન જરૂરિયાત ચીજવસ્તુઓ મેળવવી મુશ્કેલ બની ગઈ છે. પાકિસ્તાનમાં મોંઘવારી પહેલેથી જ ચરમસીમાએ પહોચી ગઈ છે. પરંતુ હવે રોજબરોજની ચીજવસ્તુઓના ભાવ વધારાને કારણે મોંઘવારીએ ફરી  પાકિસ્તાની લોકોના ખિસ્સા ખાલી કર રહી છે. પાકિસ્તાનનું અર્થતંત્ર ચીનના દેવા નીચે દબાય ગયું છે. સરકારે આઈએમએફ(IMF) પાસે ભીખ માંગવાની જરૂર પડી છે. આઈએમએફે પાકિસ્તાનને પૈસા આપવા માટે ત્યાની સરકાર સામે કઠોર શરતો મૂકી છે. જે સરકાર માટે આફતરૂપ બની છે. દેશમાં લોટની કિંમત 800 પાકિસ્તાની રૂપિયા પ્રતિ કિલો અને તેલ 900 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. સ્થિતિ એટલી ખરાબ…

Read More

Madhya-Pradesh, તા.18 તમે વિશેષ અવસર પર મુસાફરો માટે સ્પેશિયલ ટ્રેન દોડાવવાના સમાચાર જોયા, વાંચ્યા અને સાંભળ્યા હશે. મધ્યપ્રદેશમાં રેલવેએ એક ડબ્બાની વિશેષ ટ્રેન દોડાવી જેના માટે ખૂબ વખાણ કરવામાં આવી રહ્યાં છે, કેમ કે આ વાઘના બે બચ્ચાના બચાવ માટે હતી. સોશિયલ મીડિયા પર લોકો ભારતીય રેલવેના આ પગલાના વખાણ કરી રહ્યાં છે. બંને બચ્ચા 14-15 જુલાઈની રાત્રે બુધનીની નજીક જંગલ વિસ્તારમાં ટ્રેનથી ટક્કર બાદ ઘાયલ થઈ ગયા હતાં. બંનેને આ ટ્રેનથી ભોપાલ લાવવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી. અધિકારીઓના જણાવ્યા અનુસાર રવિવારે રાત્રે ટ્રેનની ચપેટમાં આવવાથી એક બચ્ચાનું મોત નીપજ્યું, જ્યારે બે ઘાયલ થઈ ગયા હતાં. બંને રેલવે…

Read More

Bihar, તા.18 બિહારમાં ધડાધડ બ્રિજ ધસવાની ઘટના બાદ હવે એક મકાન ધરાશાયી થઈ ગયુ છે. પૂર્વ ચંપારણના ઢાકા પોલીસ સ્ટેશન વિસ્તારના લહાન ઢાકામાં આજે એક ભીષણ દુર્ઘટનામાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. એક નિર્માણાધીન મકાનનું શટર ખોલતી વખતે અચાનક ધસી પડેલા કાટમાળ નીચે આ તમામ લોકો દટાઈ ગયા હતા. જ્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા ત્યારે તેમને તાત્કાલિક તબીબી સહાય મળી ન હતી અને ત્યાં તેમને મૃત જાહેર કરવાની માત્ર ઔપચારિકતા જ થઈ હતી. આ ઘટના અને ત્યારબાદ હોસ્પિટલમાં સારવારના અભાવે લોકોમાં હોબાળો મચી ગયો છે. રોષે ભરાયેલા લોકોએ ઢાકા-મોતિહારી રોડ જામ કર્યો આ ઘટનાથી રોષે ભરાયેલા…

Read More

New Delhi, તા.18 વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી NDA સરકારનું પ્રથમ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને તેમાં હવે માત્ર ચાર જ દિવસ બાકી રહ્યા છે. 23 જુલાઈના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. આ દરમિયાન ગઠબંધન સરકારમાં તેલુગુ દેશમ પાર્ટી એટલે કે TDP કિંગમેકરની ભૂમિકામાં છે. આ સ્થિતિમાં ચંદ્રાબાબુ નાયડુની પાર્ટીને આ વખતના બજેટમાં આંધ્રપ્રદેશ માટે ઘણી અપેક્ષાઓ છે. તેથી જ આંધ્ર પ્રદેશા મુખ્યમંત્રી નાયડુએ બજેટ પહેલા જ નાણામંત્રી સમક્ષ ત્રણ માગ મૂકી હોવાના અહેવાલ છે. અમિત શાહ સાથે કરી મુલાકાત આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ બજેટ માટે પોતાની ત્રણ સૂત્રીય ‘વિશ લિસ્ટ’ તૈયાર કર્યું છે.…

Read More