Author: Vikram Raval

Mumbai , તા.18 ક્રિકેટની દુનિયાની બે દિગ્ગજ ટીમ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે આવતીકાલે T20 એશિયા કપ 2024નો મેચ શ્રીલંકાના દામ્બુલા ખાતે રમાશે. ભારતીય સમય અનુસાર મેચ સાંજે 6:30 કલાકે શરુ થશે. ભારતે કુલ 17 T20 મેચ પાકિસ્તાન સામે રમી છે જેમાં જીત અને હારનો રેકોર્ડ 10-5 રહ્યો છે. અગાઉ પાકિસ્તાને ફાઇનલમાં શ્રીલંકાને 19 રનથી હરાવીને હાંગઝોઉમાં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે આ વખતે ભારતની તુલનામાં પાકિસ્તાને વધુ T20I ક્રિકેટ મેચ રમી છે. જેમાં પાકિસ્તાને 19માંથી 7 મેચ જીતી છે. અને 12 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. એશિયન ગેમ્સ પહેલા તેમણે ઘરઆંગણે દક્ષિણ આફ્રિકા સામેની…

Read More

Mumbai , તા.18 ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરને સુકાન સોંપવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024માં ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના તેઓ મેન્ટર હતા. જો કે ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિમણૂક થતાં તેમણે આ જવાબદારીમાંથી વિદાય લીધી હતી. ટીમને અલવિદા કહેતા પહેલા ગૌતમ ગંભીરે તેના ચાહકોનો આભાર વ્યક્ત કરી સંદેશ આપ્યો હતો. જ્યારે તમે રડો છો, ત્યારે હું પણ રડું છું : ગંભીર  ગંભીરે કેકેઆર છોડતાં કહ્યું, “જ્યારે તમે હસો છો, ત્યારે હું પણ હસું છું. જ્યારે તમે રડો છો, ત્યારે હું પણ રડું છું. જ્યારે તમારી જીત થાય છે, તો તે મારી મારી…

Read More

Mumbai , તા.18 દેશના પ્રખ્યાત ક્રિકેટર વિરાટ કોહલી, એમએસ ધોની અને શુભમન ગિલ અંગે નિવેદનો આપવા બદલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અમિત મિશ્રા ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર કોહલી-ધોનીના ચાહકોએ પ્રતિક્રિયા આપતાં તેને ટ્રોલ પણ કર્યો છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સે મીમ બનાવી અમિત મિશ્રાને ટ્રોલ કર્યો હતો કે, “તુ શું જોઈ રહ્યો છે, તને પણ ક્યાં કશું આવડે છે. જ્યારે અન્ય એક યુઝરે પોસ્ટમાં લખ્યું હતું કે, “વિરાટ-ધોની કો ટીમ સિલેક્શન નહીં આતા, શુભમન ગિલ કો કુછ નહીં આતા. રાહુલ કો કુછ નહીં આતા, આઈસીસી કો કુછ નહીં આતા, તુ ક્યા દેખતા હે, તેરેકો કુછ નહીં આતા.”…

Read More

Mumbai , તા.18 ભારતીય ક્રિકેટ ટીમના નવા કોચ બન્યા બાદ ગૌતમ ગંભીર ખેલાડીઓને આરામ આપવાના પક્ષમાં નથી. બીસીસીઆઈના નવા નિયમથી ટીમનો કોચ ગંભીર નાખુશ જણાઈ રહ્યો છે. ગંભીર નથી ઈચ્છતો કે કોઈ ખેલાડી માત્ર એક જ ફોર્મેટમાં રમે. ગંભીરનું માનવું છે કે જો તમે દેશ માટે રમી રહ્યા છો તો તમારે ત્રણેય ફોર્મેટમાં રમવા માટે તૈયાર રહેવું જોઈએ. તે કોઈ ચોક્કસ સિરીઝમાં આરામ આપવા કે વર્કલોડ મેનેજમેન્ટના પક્ષમાં નથી. બોર્ડ દ્વારા બનાવાયો નવો નિયમ બીસીસીઆઈએ ભારતીય ટીમના ત્રણ સીનીયર ખેલાડીઓને મોટી રાહત આપી છે. પરંતુ ગંભીર આ નિર્ણયના પક્ષમાં બિલકુલ નથી. બોર્ડના નવા નિયમ અનુસાર જે ખેલાડીઓ ભારત માટે નથી…

Read More

Mumbai , તા.18 ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝની અમુક મેચમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ સાથે મળીને ભારત માટે ઓપનિંગની જવાબદારી નિભાવી હતી. ઓપનિંગ કરતી વખતે અભિષેકે બીજી T20 મેચમાં સદી ફટકારી હતી. ઝિમ્બાબ્વે સામેની બે મેચમાં અભિષેકે ઓપનરની ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ ત્રણ મેચમાં તેણે નંબર 3 પર બેટિંગ કરી હતી. અભિષેકે આઈપીએલમાં પણ ઓપનિંગ કરી ચુક્યો છે. આ સ્થિતિમાં અભિષેક શ્રીલંકા સામેની T20 સીરીઝમાં ઓપનિંગ માટેનો દાવેદાર છે. યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જયસ્વાલ વનડે અને T20 બંને ફોર્મેટમાં ઓપનરની ભૂમિકા નિભાવી ચૂક્યો છે. ઝિમ્બાબ્વે સામેની છેલ્લી ત્રણ મેચોમાં જયસ્વાલે ગિલ સાથે ઓપનિંગ ભાગીદારી કરી હતી જે ઘણી સફળ…

Read More

ઈન્ડિયા વિરુદ્ધ ઝિમ્બાબ્વે પાંચ મેચની સિરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાના શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલના બેટથી ખૂબ રન નીકળ્યા અને તેનો ફાયદો બંનેને ચાલુ ટી20 રેન્કિંગમાં પણ મળ્યો. યશસ્વી જયસ્વાલને ચાર સ્થાનનો ફાયદો મળ્યો છે અને તે હવે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. ઋતુરાજ ગાયકવાડને એક સ્થાનનું નુકસાન થયું અને તે 8માં નંબરે પહોંચી ગયો છે. સૂર્યકુમાર યાદવ આ સિરીઝનો ભાગ નહોતો, જોકે તેની રેન્કિંગ પર કોઈ અસર પડી નથી અને તે બીજા નંબરે છે. પહેલા નંબરે ઓસ્ટ્રેલિયા બેટ્સમેન ટ્રેવિલ હેડ છે. આ રીતે ટોપ-10 ટી20 બેટર્સમાં ત્રણ ભારતીય ખેલાડી સામેલ છે. શુભમન ગિલને રેન્કિંગમાં 36 સ્થાનનો ફાયદો મળે છે…

Read More

બાંગ્લાદેશમાં અનામત પદ્ધતિમાં સુધારાની માગ સાથે વિદ્યાર્થીઓ મોટાપાયે માર્ગો પર ઉતરી આવ્યા હતા. અહીં જેના પગલે હિંસા ભડકી હતી. આવી સ્થિતિને જોતાં ભારત સરકારે તાત્કાલિક ધોરણે ભારતીય મૂળના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક એડવાઈઝરી જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અત્યાર સુધીમાં ભડકેલી હિંસા અને દેખાવોમાં 6થી વધુ લોકો મૃત્યુ પામી ચૂક્યા છે જ્યારે 100થી વધુ ઘાયલ થયા છે. શાળા અને કોલેજો બંધ કરવાની ફરજ પડી છે. શું કહ્યું એડવાઈઝરીમાં  ભારત સરકારે તેની એડવાઈઝરીમાં ભારતીય નાગરિકોને ચેતવતાં કહ્યું કે જ્યાં છો ત્યાં જ રહેજો. બિનજરૂરી ક્યાંય ન જતાં. આ સાથે ભારત સરકારે 24 કલાક માટે ઇમરજન્સી હેલ્પલાઈન નંબર…

Read More

Gandhinagar , તા.18 ગુજરાતમાં દરરોજ હજારો વાહનોની નેશનલ હાઈવે પર અવરજવર થતી હોય છે. ત્યારે હવે જો નેશનલ હાઈવે પર પસાર થતા દરમિયાન વાહનમાં પીયુસી, ટેક્સ, વીમો, ફિટનેસ, પરમિટ બાકી હશે તો ટોલ પ્લાઝામાં પસાર થતાં જ વાહનનું ઓટોમેટિક સ્કેનિંગ થઈને ઈ- ચલાન ઈસ્યૂ થઈ જશે. ગુજરાતમાં ટૂંક સમયમાં જ ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ હેઠળ ઓટોમેટિક ઈ-ચલાન શરુ કરવામાં આવશે. જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત બાકી છે. ઈ- ચલાન જનરેટ થવાની સિસ્ટમ શરૂ કરાશેઅહેવાલો અનુસાર, આગામી એક મહિનામાં વાહન વ્યવહાર વિભાગ દ્વારા ઈ-ડિટેક્શન પ્રોજેક્ટ અમલ કરાશે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં આવેલા નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝા પરથી ઈ-ચલાન જનરેટ થવાની સિસ્ટમ…

Read More

Mumbai , તા.18 સુનિલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીનાં નખરાં તથા બેફામ ખર્ચાઓથી વાજ આવી જઈને પ્રોડયૂસર સાજિદ નડિયાદવાલાએ ‘સનકી’ ફિલ્મનું શૂટિંગ જ અટકાવી દીધું હોવાનું કહેવાય છે. હવે સુનિલ શેટ્ટી આ ફિલ્મ ફરી શરુ થાય તે માટે દોડધામ કરી રહ્યો છે. અહાન શેટ્ટીની ફિલ્મ ‘તડપ’ અગાઉ સદંતર ફલોપ ગઈ હતી. તેમ છતાં અહાન પોતાને સુપરસ્ટાર માનતો હોય તેમ ફિલ્મના સેટ પર હેર સ્ટાઈલિસ્ટ મેક અપ મેન, શેફ, જીમ ટ્રેઈનર, ડ્રાઈવર, સ્પોટ બોયઝ એમ  મોટો કાફલો લઈને આવતો હતો. આ બધાનું બિલ તે પ્રોડયૂસરના ખાતે ઉધારતો હતો. તેના માટે એકથી વધુ વેનિટી વાનની જરુર પડતી હતી. બોલીવૂડમાં હાલ મોટા મોટા સ્ટાર્સની…

Read More

કમલ હાસનની ફિલ્મ ‘ઈન્ડિયન ટૂ’ રીલિઝ થયાના પાંચ દિવસ પછી તેને ૧૨ મિનીટ માટે ટૂંકાવી દેવામાં આવી છે. વાસ્તવમાં આ ફિલ્મ બહુ લાંબી બની ગઈ છે તેવા અનેક રિવ્યૂ મળ્યા હતા. તેને પગલે નિર્માતાઓએ આ નિર્ણય કર્યો છે. આ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે ત્રણ કલાક અને ચાર મિનીટની હતી. હવે રીલિઝ થયા બાદ તેનો રન ટાઈમ ઘટીને બે કલાક અને બાવન મિનીટનો થઈ ગયો છે. અગાઉ એવી ચર્ચા હતી કે ફિલ્મમાં લગભગ ૨૦ મિનીટની કાપકૂપ કરવામાં આવશે. જોકે, ફિલ્મ નિર્માતાઓએ  સત્તાવાર રીતે જ જાહેર કર્યું છે કે તા. ૧૭મી જુલાઈથી અમલ થાય તે રીતે ફિલ્મમાં ૧૨ મિનીટની કાપકૂપ કરાઈ છે.…

Read More