New Delhi તા.2
સુપ્રિમ કોર્ટે ડીઝીટલ એરેસ્ટનાં મામલાની સુનાવણી દરમ્યાન સીબીઆઈને એ બેન્ક અધિકારીઓની તપાસ કરવાનો નિર્દેશ કર્યો છે. જે લોકોને છેતરવામાં સાઈબર અપરાધીઓ સાથે મીલીભગત રાખે છે અને તેમને મ્યુલ એકાઉન્ટ ચલાવવામાં મદદ કરે છે.
કોઈપણ સંસ્થાને અનેક સિમ ન આપવામાં આવે
આના માટે સુપ્રિમ કોર્ટે દુરસંચાર વિભાગને એ નિશ્ચિત કરવાનું કહ્યું કે દુરસંચાર સેવા આપનાર એક જ ઉપયોગકર્તા કે સંસ્થાને અનેક સિમકાર્ડ ઉપલબ્ધ ન કરાવે. તેનો ઉપયોગ સાઈબર અપરાધોમાં થઈ શકે છે.
સમન્વય કેન્દ્ર સ્થાપિત કરવાનો આદેશ
સુપ્રિમ કોર્ટે સીબીઆઈની સાથે બહેતર સમન્વય નિશ્ચિત કરવા માટે બધા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશો સાથે સાઈબર અપરાધોનો નિકાલ લાવવા માટે એક ક્ષેત્રીય અને રાજય સાઈબર અપરાધ સમન્વય કેન્દ્ર સ્થાપિત કરવાનો નિર્દેશ આપ્યો છે.
સંબંધિત મંત્રાલય પોતાના વિચારો કોર્ટમાં આપે
બેન્ચે સોલીસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે તેઓ તે નિશ્ચિત કરે કે ગૃહ મંત્રાલય દુરસંચાર વિભાગ નાણા મંત્રાલય અને ઈલેકટ્રોનિકસનુ તેમજ માહિતી ટેકનોલોજી મંત્રાલય વગેરેનાં વિચાર સુપ્રિમ કોર્ટ સમક્ષ રાખે.
શું છે `મ્યુલ એકાઉન્ટ’
મ્યુલ એકાઉન્ટ કોઈ અન્ય નામથી બનાવવામાં આવેલ બેન્ક ખાતુ છે. જેનો ઉપયોગ સાઈબર અપરાધી ગેરકાયદે ધન મેળવવામાં અને તેને સ્થળાંતરીત કરવા માટે કરે છે. જેથી તપાસ એજન્સીઓ માટે ધનના મૂળ ોતનો પતો મેળવવો મુશ્કેલ બની જાય છે.
આ છે ડીજીટલ ધરપકડ
ડિજીટલ ધરપકડ, સાઈબર અપરાધ અને ઠગાઈનું એક એવુ વધેલુ સ્વરૂપ છે. જેમાં જેમાં ઠગ ખુદને કાયદાનો પ્રવતૈક એટલે કે પોલીસી, સીબીઆઈ, ઈડી, એમઆઈએ કે અન્ય તપાસ એજન્સી કે અદાલતનો અધિકારી બનીને ઓડીયો અને વીડીયો કોલથી પીડીતોને ધમકાવતો હોય છે. તે પીડીતોને તે પીડીતોને બંધક બનાવીને તેમના પર પૈસા આપવાનું દબાણ કરતો હોય છે.
સીબીઆઈને ઈન્ટરપોલની સહાયતા લેવા નિર્દેશ
સુપ્રિમ કોર્ટે માહિતી ટેકનોલોજી મધ્યસ્થીઓને ડીજીટલ એરેસ્ટના મામલા સંબંધિત તપાસમાં સીબીઆઈને વિવરણ અને સહયોગ આપવાનો નિર્દેશ કર્યો છે.બેન્ચે સીબીઆઈને નિર્દેશ આપ્યો છે કે તે બીજા દેશો પાસેથી સક્રિય સાઈબર અપરાધીઓ સુધી પહોંચવા માટે ઈન્ટરપોલની સહાયતા લે.

