Jamnagarતા ૨
જામનગર શહેરમાં ટાઉનહોલ સર્કલમાં બપોરે ૧.૧૫ વાગ્યા ના અરસામાં સાહિલ સંઘાર નામનો એક યુવાન પોતાનું જીજે ૧૦ ડી.ક્યુ. ૨૧૭૪ નંબરનો હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન બાઈકમાં સ્પાર્ક થયા બાદ આગ લાગી ગઈ હતી, અને બાઈક સળગવા લાગ્યું હતું.. સમય સૂચકતા વાપરીને સાહિલ સંઘાર બાઈકમાંથી નીચે ઉતરી ગયો હતો, અને તેનો બચાવ થયો હતો. પરંતુ ક્ષણભરમાં જ બાઈક ભડકે બળવા લાગ્યું હતું.
જેથી તેણે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. આથી ફાયર શાખાની ટુકડી બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. પરંતુ તે પહેલા બાઈક સળગીને ખાખ થયું હતું.

