Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો

    December 6, 2025

    07 ડિસેમ્બર નું પંચાંગ

    December 6, 2025

    07 ડિસેમ્બર નું રાશિફળ

    December 6, 2025
    Facebook X (Twitter) Instagram
    Trending
    • Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો
    • 07 ડિસેમ્બર નું પંચાંગ
    • 07 ડિસેમ્બર નું રાશિફળ
    • મુખ્યમંત્રી અને શ્રાઈન બોર્ડ સામે ગુસ્સો; લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ટ્રાફિક રોકી દીધો
    • Delhi માં કાયદાના વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા; સંબંધીઓએ યુવાનની હત્યા કરી
    • ભારતના ’Operation Sagar Bandhu’ એ શ્રીલંકામાં ચક્રવાત ’દિત્વા’ ના ભયને તોડી નાખ્યા
    • Mamata Banerjee આગ સાથે રમી રહ્યા છે,” બંગાળમાં બાબરી મસ્જિદના શિલાન્યાસ પર ભાજપ ગુસ્સે
    • એક મસ્જિદના શિલાન્યાસ સમારોહ, સાંપ્રદાયિક શક્તિઓ સામેની લડાઈ ચાલુ રહેશે,Mamata Banerjee
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, December 8
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»ગુજરાત»શનિવારે ફરી BJP MLA, પ્રદેશ અને જિલ્લા પ્રમુખોને ગાંધીનગરમાં કમલમનું તેડુ
    ગુજરાત

    શનિવારે ફરી BJP MLA, પ્રદેશ અને જિલ્લા પ્રમુખોને ગાંધીનગરમાં કમલમનું તેડુ

    Vikram RavalBy Vikram RavalSeptember 25, 2025No Comments4 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Gandhinagar, તા.25
    ગુજરાતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના પ્રવાસ અને ખાસ કરીને સુરતથી લઇ રાજકોટમાં તેઓએ યોજેલી બેઠકો બાદ ફરી એક વખત રાજયમાં મંત્રીમંડળમાં ફેરફારથી લઇ અને પ્રદેશ ભાજપના નવા પ્રમુખ અંગેની ચર્ચાએ  વેગ પકડયો છે તે સમયે જ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મંગળવારનો દિલ્હી પ્રવાસ અને તેમાં પણ મંત્રીમંડળમાં ફેરફારો અંગે તેઓએ ચર્ચા કરી હોવાના અટકળો બાદ હવે શનિવારે ગાંધીનગરમાં ભાજપના ધારાસભ્યો ઉપરાંત જિલ્લા અને મહાનગરના પ્રદેશ પ્રમુખોને કમલમ ખાતે પહોંચવા જણાવાતા જ નવા પ્રદેશ પ્રમુખની વરણીનું મુહૂર્ત નીકળ્યું હોવાની ચર્ચાએ વેગ પકડયો છે.

    ગઇકાલથી જ તમામ અપેક્ષિતોને આવી રહેલા ફોનમાં શનિવારે બપોરે 1.30 વાગ્યે અગત્યની બેઠક માટે કમલમ પહોંચવા માટે જણાવાઇ રહ્યું છે અને સુત્રોના જણાવ્યા મુજબ  જે રીતે ધારાસભ્યોની સાથે જિલ્લા અને મહાનગરના પ્રમુખોને પણ બોલાવાયા છે તેથી સંગઠન સંબંધીત કોઇ મહત્વની જાહેરાત અથવા તો તે પૂર્વેની તૈયારી હોય તેવું માનવામાં આવે છે.

    મુખ્યમંત્રીના દિલ્હી પ્રવાસ બાદ જોકે મંત્રીમંડળમાં ફેરફાર અંગે હજુ સુધી કોઇ નવા ડેવલપમેન્ટ જોવા મળ્યા નથી અને રાજય સરકારના મંત્રીઓ તમામ પોતાની રીતે  કામકાજ કરી રહ્યા છે પરંતુ હવે ભાજપ જે રીતે દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખથી લઇ અને ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ  મંત્રીમંડળમાં ફેરફાર માટે લાંબા સમયથી જોઇ રહ્યો છે. તે ખરેખર સમય આવ્યો હોવાનો ફરી એક વખત ચર્ચા શરૂ થઇ છે.

    જોકે ભાજપ હંમેશા બંધ બાજી રમવા ટેવાયેલો છે અને આખરી ઘડીએ તેના પતા ઉતરે છે તેવું હવે થશે કે પછી વધુ એક વખત સ્વદેશી જેવી સલાહ આપીને તમામને કમલમથી વિદાય અપાય તેના પર ચર્ચા છે. અગાઉ  પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ગાંધીનગરમાં આ જ પ્રકારે એક બેઠકમાં વધુ બે વખત તમને બોલાવાશે તેવું જણાવ્યું હતું.

    તેમાં એક વખત કમલમની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રીતે સ્વદેશી ચળવળ અંગે આહવાન કર્યુ તેનું માર્ગદર્શન અપાયું હતું. આમ પાટીલના પોતાની એક બેઠક પુરી થઇ ગઇ છે. જયારે હવે બીજી બેઠકનો સસ્પેન્સ શરૂ થયું છે તે સમયે જ કેન્દ્રીય ગૃહમંત્રી અને ગુજરાત ભાજપના મેન્ટર અમિત શાહે પ્રથમ વખત તેમના પ્રવાસમાં સુરત અને રાજકોટમાં રાજકીય કહી શકાય તેવી ગતિવીધી કરી હતી.

    જોકે તે ફકત ઔપચારિક હોવાનું અને કાર્યકર્તાઓને મળવા માટે તેઓએ આ બેઠક યોજી હોવાનું રાજકોટમાં જણાવાયું હતું પરંતુ અમિત શાહના દરેક નિર્ણયો પાછળ કોઇને કોઇ મહત્વનું કારણ હોય છે અને તેથી જ તેમની આ બેઠકોને વધુ રસપ્રદ રીતે જોવાઇ રહી છે.

    તે સમયે હવે શનિવારે પ્રદેશ પ્રમુખ અંગે કોઇ ડેવલપમેન્ટ મળે છે કે કેમ અથવા પ્રદેશ ચૂંટણી અધિકારી તરીકે નિયુકત થયેલા કેન્દ્રીય મંત્રી ભુપેન્દ્ર યાદવના ગુજરાત આગમન અંગે કોઇ વધારે અપડેટ આવે છે કે કેમ તે પણ પ્રશ્ન છે અને હવે આગામી 48 કલાકમાં કોઇ ઘટના કે સમાચારથી તેમાં માહિતી મળશે તેવું માનવામાં આવે છે. દિલ્હીથી લઇ ગુજરાત સુધી અને જે રીતે ઉત્તરપ્રદેશ સહિતના રાજયોમાં પણ નવા રાષ્ટ્રીય પ્રમુખથી લઇ પ્રદેશ પ્રમુખની નિયુકિતમાં હજુ સુધી કોઇ નિર્ણય લેવાયો નથી અને ચર્ચા તો કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ વિસ્તરણની થઇ રહી છે અને ગુજરાતમાં પણ મંત્રીમંડળમાં ફેરફાર આવે છે તેવા અનેક વખત અહેવાલો પછી પણ કોઇ હિલચાલ થઇ નથી તેમાં હવે કાર્યકર્તાઓ માને છે કે જો પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાએ ફેરફાર કરવા હોય તો તેનો આ હાઇટાઇમ છે.

    વાસ્તવમાં ગુજરાતની જ વાત કરીએ તો એકસટેન્શન પર રહેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તમામ ઔપચારિકતા નિભાવતા હોય તે રીતે પ્રદેશ ભાજપનું કામકાજ સંભાળી રહ્યા છે અને દરેક મહાનગરો અને જિલ્લાઓમાં કોઇને કોઇ સમયે અસંતોષ અને વિવાદો બહાર આવી રહ્યા છે પરંતુ કોઇ પુછનાર ન હોય કે કોઇ ચિંતા કરનાર ન હોય તેવી સ્થિતિ બની છે.

    હવે જો સંગઠનમાં નિર્ણાયક ફેરફાર ન થાય તો તેની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પડી શકે છે તેવું કાર્યકર્તાઓમાં ચર્ચા છે. બીજી તરફ મંત્રીમંડળમાં પણ સરકારના કેટલા મંત્રીઓ સક્રિય છે અને કેટલા સુષુપ્ત  તે પણ પ્રશ્ન છે અનેક મંત્રીઓ વર્ષમાં એકાદ વખત યાદ આવતા હોય તેવી સ્થિતિ છે અને 162 ધારાસભ્યો હોવા છતાં પણ જેમને ચાન્સ લાગ્યો નથી અને વચન પણ અપાયા છે.

    તેઓ પણ હવે પોતાના વારાની રાહ જોઇ રહ્યા છે આમ તમામ બાજુએ આજે અથવા કાલે પણ મોડુ નહીં તેવી ઉત્સુકતા છે હવે દિવાળીના તહેવારોમાં વાતાવરણ બની ગયું છે અને ત્યારબાદ પોલીટીકલી વેકેશન 15 દિવસનું હશે અને પછી સ્થાનિક ચૂંટણીઓની તૈયારીઓ  શરૂ થઇ જશે.

    તે સમયે સંગઠનમાં ફેરફારો એ કેટલા પ્રભાવી નીવડી શકે તે પણ પ્રશ્ન છે. પક્ષના કેટલાક જાણકારો માને છે કે આમને આમ સ્થાનિક ચૂંટણીઓ પૂરી કરાશે. પરંતુ ગાંધીનગરથી મળતા હિલચાલમાં હવે કોઇ નિર્ણાયક સ્થિતિ બની રહી હોય તેવું જણાય છે.

    Gandhinagar Gandhinagar NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સુરત

    Surat : ગેરકાયદે કબજો કરનારા યુનિયનોની ઓફિસ ખાલી થયા બાદ કોર્ટના શરણમાં

    December 6, 2025
    અમદાવાદ

    Ahmedabad : મહિલાને રિફંડની લાલચમાં 86 હજારનો ચૂનો, ઠગોએ વોટ્સએપ પર લિંક મોકલી મોબાઈલ કર્યો હેક

    December 6, 2025
    અમદાવાદ

    Ahmedabad : 95 કેદીના મોત સાથે કસ્ટોડિયલ ડેથ મામલે ગુજરાત મોખરે, NHRCના રિપોર્ટે

    December 6, 2025
    રાજકોટ

    Rajkot ભારત સહિત વિશ્વમાં મેલેરિયાને નાથવામાં ડ્રગ રેઝીસ્ટન્ટનો પડકાર

    December 6, 2025
    રાજકોટ

    Rajkot નિવૃત આસિસ્ટન્ટ GST કમિશનર સામે લાંચની માગણી અંગે ગુનો

    December 6, 2025
    રાજકોટ

    Rajkot સહિત સૌરાષ્ટ્રમાં સવારથી ધ્રુજાવતા બર્ફીલા પવનો

    December 6, 2025
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો

    December 6, 2025

    07 ડિસેમ્બર નું પંચાંગ

    December 6, 2025

    07 ડિસેમ્બર નું રાશિફળ

    December 6, 2025

    મુખ્યમંત્રી અને શ્રાઈન બોર્ડ સામે ગુસ્સો; લોકો રસ્તા પર ઉતરી આવ્યા, ટ્રાફિક રોકી દીધો

    December 6, 2025

    Delhi માં કાયદાના વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા; સંબંધીઓએ યુવાનની હત્યા કરી

    December 6, 2025

    ભારતના ’Operation Sagar Bandhu’ એ શ્રીલંકામાં ચક્રવાત ’દિત્વા’ ના ભયને તોડી નાખ્યા

    December 6, 2025
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    Quinton de Kock એક મોટી સિદ્ધિ હાંસલ કરી, ટીમ ઈન્ડિયા સામે સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ આફ્રિકન ખેલાડી બન્યો

    December 6, 2025

    07 ડિસેમ્બર નું પંચાંગ

    December 6, 2025

    07 ડિસેમ્બર નું રાશિફળ

    December 6, 2025
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2025 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.