શહેરમાં આજે નોંધાયેલાં કોરોનાના પાંચ કેસની વિગત આપતાં મહાપાલિકાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, શહેરના આંબવાડી વિસ્તારમાં રહેતા અને અમદાવાદની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતાં પપ વર્ષીય આધેડ પુરૂષ, ઉપરાંત, ૪પ વર્ષના મહિલા, ૬૭ વર્ષના પ્રૌઢ પુરૂષ તથા વિદ્યાનગર વિસ્તારમાં રહેતા ૭૦ વર્ષના વૃદ્ધા અને અનંતવાડી વિસ્તારમાં રહેતા ર૪ વર્ષનો યુવાન કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ તમામની તબિયત બગડતા તેઓને હોસ્પિટલ ખસેડાયા હતા, જયાં તમામના રિપોર્ટ કરાતાં તમામ કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું. પરંતુ, તમામની તબિયત સારી હોવાથી હાલ તમામ વ્યકિતઓ પોતાના ઘરે સારવાર હેઠળ હોવાનું આરોગ્ય અધિકારીએ ઉમેર્યું હતું. જો કે, બીજી તરફ, શહેરમાં આજે કોઈ દર્દી કોરોનામુક્ત થયા ન હતા. ઉલ્લેખનિય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૧૮ દિવસમાં કોરોનાના કુલ ૩પ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૩૪ કેસનો સમાવેશ થાય છે. બીજી તરફ, શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૧૧ દર્દી કોરોનામુકત થયા છે, જયારે કોરોનાના ર૩ દર્દી હાલ ઘરે સારવાર હેઠળ છેે. કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ તાકિદ કરી છે.
Trending
- ઝેન્સરને AI સંચાલિત ઓટોમેશન માટે $૨૧૦ મિલિયનનો ફાયદો…!!!
- હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝે : ત્રીજા ક્વાર્ટરમાં ૪૫%નો ઘટાડો…!!!
- ભારતના અર્થતંત્રમાં AI $૫૫૦ બિલિયનનો વધારો…!!!
- કેન્દ્ર સરકારે ૫ રાજ્યોમાં ગ્રામીણ સ્થાનિક સંસ્થાઓને ૩૩૨૪ કરોડ રૂપિયાથી વધુ રકમ જાહેર કરી…!!!
- General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી
- પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ
- 8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક
- માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો

