Close Menu
Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    What's Hot

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026
    Facebook X (Twitter) Instagram
    Trending
    • General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી
    • પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ
    • 8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક
    • માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો
    • 15 ફેબ્રુઆરીનું પંચાંગ
    • 15 ફેબ્રુઆરીનું રાશિફળ
    • Vadodara: કારચાલક યુવતીએ થાર ગાડીથી યુવકને ઉડાડ્યો,નોકરીના પહેલા જ દિવસે યુવકનું મોત
    • કેનેડા મોકલવાના નામે વકીલ પાસેથી ૧૭.૫ લાખની ઠગાઈ, વિઝા એજન્ટ સામે Mehsana માં ફરિયાદ
    Facebook X (Twitter) WhatsApp Telegram
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    ePaper
    Monday, February 16
    • ગુજરાત
      • અમદાવાદ
      • જામનગર
      • મોરબી
      • રાજકોટ
      • વડોદરા
      • સુરત
      • સૌરાષ્ટ્ર
    • મુખ્ય સમાચાર
      • લેખ
    • અન્ય રાજ્યો
    • રાષ્ટ્રીય
    • આંતરરાષ્ટ્રીય
    • વ્યાપાર
    • મનોરંજન
    • ખેલ જગત
    • લાઈફ સ્ટાઇલ
      • ઓટો સમાચાર
      • ટેક્નોલોજી
      • હેલ્થ
      • મહિલા વિશેષ
    • શિક્ષણ
    • ધાર્મિક
      • સાહિત્ય જગત
      • પંચાંગ
      • રાશિ ભવિષ્ય
    Shri Nutan SaurashtraShri Nutan Saurashtra
    Home»સૌરાષ્ટ્ર»ગીરના રાજવી જય અને વીરુના મોતથી એક યુગનો અંત, દશકાના દબદબાની વિદાય
    સૌરાષ્ટ્ર

    ગીરના રાજવી જય અને વીરુના મોતથી એક યુગનો અંત, દશકાના દબદબાની વિદાય

    Vikram RavalBy Vikram RavalJuly 30, 2025No Comments2 Mins Read
    Share Facebook Twitter Pinterest Copy Link LinkedIn Tumblr Email VKontakte Telegram
    Share
    Facebook Twitter Pinterest Email Copy Link

    Junagadh,તા.૩૦

    ગીર જંગલમાં ખુમારી અને અસલ અદા ભર્યા એક દશકા કરતા પણ વધારેના શાસનનો આજે જયના મોત બાદ અંત આવ્યો છે. ગીર જંગલમાં સૌથી મોટા વિસ્તારમાં દબદબો ધરાવતા જય અને વીરુ નામના બે નર સિંહ અલગ-અલગ ઇન્ફાઇટમાં ઘાયલ થયા હતા. જેમાં ૧૨મી જૂને વીરુનું મોત થયું હતું તો ૨૯મી જુલાઈના દિવસે લાંબી સારવાર બાદ જયનું પણ મોત થતા સિંહ પ્રેમીઓમાં ધેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

    એક દસકા ના શાસનનો જયના મોત બાદ અંતઃ ગીર કે જેના સિંહને માલધારીઓ અને પ્રવાસીઓની સાથે સિંહ પ્રેમીઓ અને વન વિભાગના અધિકારીઓ નામથી ઓળખતા હતા. આવી જ એક પ્રખ્યાત જય અને વીરુ નર સિંહની જોડી જેણે એક દસકા કરતા પણ વધારે સમય સુધી ગીર વિસ્તારના સૌથી લાંબા વિસ્તાર પર દબદબા ભર્યા શાસનનો આજે જય ના મોત બાદ અંત આવ્યો છે. જૂન મહિનામાં ગીર જંગલ વિસ્તારમાં બે અલગ અલગ ઇન્ફાઇટની ઘટનામાં જય અને વીરુ ખૂબ જ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બંને ઘાયલ નર સિંહને સાસણ એનિમલ સેન્ટરમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ખૂબ ટૂંકી સારવાર બાદ વીરુનું મોત ૧૨મી જૂનના દિવસે થતા સમગ્ર ગીર જંગલમાં ઘેરો શોક પ્રસ્થાપિત થયો હતો. સાથે સાથે સારવારમાં રહેલા વીરુ ઝડપથી તંદુરસ્ત બનીને ફરી તેના વિસ્તારમાં ગ્રુપ સાથે જોવા મળે તેવી સૌ કોઈ આશા રાખી રહ્યા હતા, પરંતુ આ આશા ૨૯મી જુલાઈના દિવસે પૂરી ન થઈ શકી. લાંબી સારવાર બાદ જયનું પણ મોત થતા એક દસકા કરતા પણ વધારે સમયથી ગીર જંગલમાં દબદબા ભર્યું શાસન આપનાર જય અને વીરુના મોતથી સિંહપ્રેમીઓ, માલધારીઓ અને વન વિભાગના અધિકારીઓમાં ભારે શોક જોવા મળી રહ્યો છે.

    તબીબોના અંતિમ પ્રયાસો પણ જયનો જીવ ન બચાવી શક્યાઃ ઇન્ફાઇટમાં ઘાયલ વીરુના મોત બાદ જયની સારવાર સાસણ એનિમલ કેર સેન્ટર ખાતે તબીબોની હાજરીમાં સતત થઈ રહી હતી. ૨૯મી જુલાઈ પૂર્વે બે વખત એવી ઘટના પણ સામે આવી કે જેમાં જય સ્વસ્થ થતો જોવા મળ્યો, પરંતુ અચાનક ફરી તેની તબિયત બગડતા તેને આર્યુવેદિક ઉપચાર પદ્ધતિ થકી પણ નવજીવન આપવાનો પ્રયાસ વન વિભાગના તબીબોએ કર્યો અને અંતે જયને બચાવવામાં નિષ્ફળતા મળી. જય અને વીરુ ગીર જંગલમાં સૌથી મોટા સિંહોના ગ્રુપ પર દબદબો ધરાવતા હતા તેના ગ્રુપમાં ૧૫ સિંહણ કેટલાક સિંહબાળની સાથે સબ એડલ્ટ સિંહો કે જેને પાઠડા સિંહ તરીકે ઓળખવામાં આવે છે આવા ૩૦ થી ૪૦ સિંહનું એક ગ્રુપ હતું, જેના સર્વેસર્વા જય અને વીરુ હતા. આ બંનેના મોત થતા હવે આ ગ્રુપ પર નવ યુવાન સિંહોનો દબદબો આગામી દિવસોમાં જોવા મળશે. સિંહના મોતના કિસ્સાઓ જંગલ વિસ્તારમાં સામાન્ય જોવા મળે છે તે મુજબની આ કુદરતી પ્રક્રિયા દરમિયાન ઈનફાઈટમાં ઘાયલ થયેલા બંને સિંહના મોત થયા છે.

    Junagadh Junagadh NEWS
    Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Email Telegram Copy Link
    Vikram Raval
    • Website

    Related Posts

    સૌરાષ્ટ્ર

    માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો

    February 14, 2026
    સૌરાષ્ટ્ર

    Dhrangadhra -માળવણ હાઈવે પર ભીષણ અકસ્માત; કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં આગ લાગતા ચાલક જીવતો ભૂંજાયો

    February 14, 2026
    સૌરાષ્ટ્ર

    મર્ડરના ગુન્હાના કાચા કામના કેદીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ Amreli

    February 14, 2026
    સૌરાષ્ટ્ર

    Junagadh: મેળામાં નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે પગપાળા ચાલીને ભગવાન મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યા

    February 14, 2026
    સૌરાષ્ટ્ર

    Gondal જમીન ખાલી કરાવવા જતા યુવાન પર દંપતી- ભાણેજનો હુમલો

    February 14, 2026
    સૌરાષ્ટ્ર

    Jasdan શિવરાજપુર ગામે નજીવી બાબતે ખેલાયેલા ખુની ખેલ,પિતાની હત્યા,પુત્ર ગંભીર

    February 14, 2026
    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Search
    Editors Picks

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026

    માયાભાઈનો પુત્ર જયરાજ ફરી વિવાદમાં ભવનાથ તળેટીમાં લક્ઝુરિયસ બસ સાથે પહોંચ્યો

    February 14, 2026

    15 ફેબ્રુઆરીનું પંચાંગ

    February 14, 2026

    15 ફેબ્રુઆરીનું રાશિફળ

    February 14, 2026
    Advertisement

    Unlock Gujarat’s untold stories with Shri Nutan Saurashtra’s Latest exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Shri Nutan Saurashtra.

    We're social. Connect with us:

    Facebook X (Twitter) WhatsApp Telegram
    Latest Posts

    General Naravane : સૈન્ય અધિકારીઓ નિવૃતિના 20 વર્ષ સુધી ‘પુસ્તક’ લખી શકશે નહી

    February 14, 2026

    પુલવામામાં વિસ્ફોટમાં શહીદ થયેલા જવાનોને 7મી વાર્ષિક પુણ્યતિથિએ PMની શ્રધ્ધાંજલિ

    February 14, 2026

    8મા પગારપંચનું કામ ઝડપથી થશે : આયોગમાં વધુ એક ડાયરેકટરની નિમણુંક

    February 14, 2026
    Contact

    Phone No. : (0281) 2466772

    Mobile No. : +91 98982 03536

    Email : [email protected]

    WhatsApp No : +91 94089 91449

    Address : Shri Nutan Saurashtra Daily, Nr, Maharani Laxmibai School, Tagor Road, Rajkot.

    © 2026 Shree Nutan Saurashtra. Developed by BLACK HOLE STUDIO.
    • Home
    • About Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms of Service
    • Contact

    Type above and press Enter to search. Press Esc to cancel.