Gondal, તા. 14
ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિ. કંપનીના ત્રણેય ઝોન હેઠળ ખાલી રહેલ ઇલે.આસી.(વિદ્યુત સહાયક) ની જગ્યાઓ ભરવા માંગણી ઉઠી છે. કંપની દ્વારા એપેન્ટીસ કરી ચુકેલા ઓના પોલ ટેસ્ટ તેમજ લેખીત ટેસ્ટ લેવામાં આવેલ હતા જે જગ્યા ઓ ભરવા કંપની દ્વારા જી.એસ.ઓ.9 ની શરતો આધારે પારદર્શક ભરતી પુર્ણ કરી પરિણામ જાહેર કરેલ છે.
જેટકો કંપની ના તાંબા હેઠળના સકેલ ઓફિસો માં હાલ 220 કે.વી સબસ્ટેશનો સહિત ના 66 કે.વી.સબસ્ટેશનો ઘણા બધા કાર્યરત થઇ ચુક્યા છે હાલ અનેક ગણો કાર્ય બોઝ હોય અને સદર કામગીરી માં દિવસે, દિવસે વધતી જ જાય છે જેની સામે ફિલ્ડ ના સબસ્ટેશનો ખાતે વગે,4 ની ઈલે.આસી.ની અનેક જગ્યાઓ ખાલી છે જેથી કરીને નવું સ્ટાફ સેટ-અપ મંજુર કરાવી નવીન ભરતી માં સમાવેશ થઇ શકે
તેમજ વધુ માં ઈલે.આસી.થી આસી લાઈનમેન તથા લાઈનમેન તથા લાઈન ઇન્સ્પેક્ટર સહિત ની તમામ ટેકનીકલ સ્ટાફ ની પ્રમોશન ની પેનલો બનાવી બઢતી ના ઓડેરો કાઢવા જેથી કરીને છેલ્લે ઈલે.આસી.( વિધુત સહાયક) ની રિઝલટન્ટ વેક્નસી ઉપર નિમણૂક આપી શકાય તથા એક વર્ષ ના નિયમ માં એકવાર (વન્સ) છુટછાટ દરેક કેડર ના ટેકનીકલ કર્મચારીઓને વિનંતી ની બદલી નો લાભ મળે તો કંપની અને પરીવાર બનેની બેવડી જવાબદારી નિભાવી શકાય અને આમ ત્રણેય ઝોન હેઠળ ખાલી રહેલી નવા ઈલે.આસી.(વિધુત સહાયક)ની જગ્યા ઉપર પોષ્ટિગ આપી શકાય
વધુમાં કંપનીના તાબા હેઠળ ના રાજકોટ ઝોન દ્વારા અગાઉ જુની.ઈજનેર ની ભરતી ની પોષ્ટિગ આપતા પહેલા એક વર્ષના નિયમ માં છુટછાટ આપી વિનંતી ની બદલી ઓના લાભ આપેલ તો વગે- 4 ના ટેકનીકલ કર્મચારીઓને સદર લાભ થી વંચિત કેમ રાખી શકાય? જે સહેજ પણ યોગ્ય નથી
અંતમાં જી.યુ.વી.એન.એલ (જેટકો) કંપની માં માન્યતા ધરાવતા યુનિયન વાળા ઉચ્ચકક્ષા એ રજુઆત કરે તેવી માંગણી ઉઠવા પામી છે.

