ત્રાપજથી સથરાને જોડતો પાંચ કિ.મી.નો રસ્તો છેલ્લા ઘણાં સમયથી બિસ્માર થઈ ગયો છે. જેના કારણે સથરા તેમજ આજુબાજુના ભારાપરા, મથાવડા, તખતગઢ, પાદરી, તરસરા, ઈરોસા સહિતના ગામોના લગભગ ૪૦ હજારથી પણ વધુ લોકો તેમજ સિધ્ધનાથ મહાદેવ, ગણેશ મંદિર જેવા ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે પણ આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. આ ગામોના લોકોને જિલ્લા મથક ભાવનગર જવા માટે સથરા-ત્રાપજનો એક માત્ર રસ્તો જોડતો હોય, ખખડધજ રોડના કારણે લોકોને ભારે હાડમારી વેઠવી પડે છે. અહીંથી કોઈ સરકારી એસ.ટી. બસ ચાલતી ન હોય, ખરાબ રસ્તાના કારણે ખાનગી વાહનધારકો પણ વધુ ભાડા વસૂલતા હોવાની રાવ ઉઠી છે. વધુમાં આ રસ્તો છેલ્લે ૨૦૧૬માં બનાવવામાં આવ્યો હતો. નવ વર્ષમાં રોડની હાલત ખખડધજ થઈ ગઈ હોય, સથરા ગામના આગેવાનોએ જિલ્લા પંચાયતના સદસ્ય અને બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ, ધારાસભ્ય વગેરેને લેખિતમાં રજૂઆત કરી નવો માર્ગ બનાવવાની માંગણી ઉચ્ચારી છે.
Trending
- 23 જાન્યુઆરીનું પંચાંગ
- 23 જાન્યુઆરીનું રાશિફળ
- ’બોર્ડર’ ના કલાકારોની ફીઃ Sunny Deol અક્ષય ખન્ના કરતા ૭૫૭% વધુ ફી લીધી
- Divya Agarwal Vikrant Massey અને અરશદ વારસી સાથે કામ કરીને રિયાલિટી શો ’ધ ૫૦’ માં પ્રવેશ કર્યો છે
- પ્રેક્ટિસ સેશન દરમિયાન Indian player ઓએ સૌથી લાંબો છગ્ગો ફટકારવાની સ્પર્ધા યોજી
- અશ્વિને Shubman Gill ની વનડેમાં કેપ્ટનશીપ પર નિશાન સાધ્યું
- Agarkar, Kaif and Sehwag, Nehra and Yuvraj સાથે સાથે જોવા મળ્યા; જૂના દિવસોની યાદો તાજી થઈ ગઈ
- Daryl Mitchell માત્ર એક અઠવાડિયામાં વિરાટ કોહલીનું શાસન છીનવી લીધું

